બોલબાલા ટ્રસ્ટ, સરગમ કલબ, ફ્રિડમ યુવા ગ્રુપ, કરૂણા ફાઉન્ડેશન, ઝુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન, જીવદયા ઘર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ અવિરત સેવામાં
સૌરાષ્ટ્રના અનેક સંતો મહંતોએ પોતાનું જીવન માનવ સેવામાં વિતાવી દીધું છે. આ માનવતાના ધર્મ આગળ વધારવા કેટલીક સંસ્થાઓ તેમજ સેવાભાવી વ્યકિતઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે છે. રાજકોટ ખાતેની સેવાકીય સંસ્થાની વાત કરીએ તો જેમાં બોલબાલા ટ્રસ્ટ, સરગમ કલબ, ફ્રિડમ યુવા ગ્રુપ, કરૂણા ફાઉન્ડેશન, જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન, જીવદયા ઘર ટ્રસ્ટ જેવા એન.જી.ઓ માનવ સેવા તેમજ અબોલ પશુ પક્ષીને અવીરત સેવાકીય પ્રવૃત્તિમાં પણ આ સેવાકીય સંસ્થાઓ દ્વારા સાવચેતીઓ અને સલામતીની તકેદારી રાખક્ષને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ બાબતે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયએ અબતકની મુલાકાતમાં જણાવ્યુંં હતુ કે કોરોના બોલબાલા ટ્રસ્ટ છેલ્લા ૩૦ વર્ષથી માનવ સેવા કરતું આવ્યું છે. શરૂઆતમાં માત્ર થોડાક સભ્યોથી શરૂ થયેલા બોલબાલા ટ્રસ્ટમાં આજે બહોળી સંખ્યામાં કાર્યકરતાઓ સ્વૈચ્છાથી ટ્રસ્ટમાં પોતાના ઘરમાં હોય તેવી રીતનું ક્મ કરતા હોય છે. બોલબાલા ટ્રસ્ટ વર્ષોથી માનવ સેવાનું સેવાકીય કાર્ય કરતી આવી છે. જેમાં કુદરતી આપતીઓ હોય કે પછી મહામારી જેવી પરિસ્થિતિમાં હર હંમેશ લોકોને મદદ રૂપ બની છે.કોરોના સામેની પણ લડાઈમાં બોલબાલા ટ્રસ્ટ તેને નૈતીક ફરજ નિભાવીર હી છે. દરરોજનું ૩૦,૦૦૦ માણસોનું એક ટાઈમનું ભોજન બનાવીને શહેરનાં અંતરયાળ વિસ્તારમાં વિતરણ કરવા જાય છે. જરૂરીયાત મંદ લોકોની સેવા પુરી પાડવામાં આવે છે.
સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુંં હતુકે ગુજરાત સરકાર દ્વારા જયારે પણ હાકલ પાડવામાં આવી છે ત્યારે સરગમ કલબ હર હંમેશ આગળ આવ્યું છે. અને પ્રજાલક્ષી કાર્યો તેમજ સેવાપૂરી પાડી છે. જયારે સરગમ કલબની સ્થાપના થઈ ત્યારે માત્ર ૫૧ સભ્યોની આ સંસ્થા પોતાના સેવાકીય કાર્યો કરીને હાલ ૧૮૦૦૦ સભ્યોક કાર્યકરતાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં માનવ સેવા તેમજ અન્ય સમાજ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૪૦ વર્ષથી સરગમ કલબ પોતાના કાર્યરત છે. હાલ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ શહેરનાં વિવિધ પછાત વિસ્તારો તેમજ અંતરીયાળ વિસ્તારોમાં સલામતી અને સાવચેતીઓની તકેદારી રાખીને જરૂરીયાત મંદ લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે. સરગમ કલબમાં આઠ આરોગ્ય કેન્દ્ર, ફીજીયોથેરાપી સેન્ટર તેમજ આઠ હેલ્થ કલબ પણ ચાલી રહ્યા છે. અને લોકોને તેમની વિનામૂલ્ય મદદ કરી રહી છે.
ફિડમ યુવા ગ્રુપના ભાગ્યેશભાઈ વોરા એ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ભારત સરકારના દિશા નિર્દેશન મુજબ અમારી સંસ્થા દ્વારા માનવ સેવા કરવામાં આવી રહી છે. કોરોના જેવી વૈશ્ર્વીક મહામારી સામે અમે સાવચેતીઓ તેમજ સલામતીની તકેદારી રાખીને પોતાના સામાજીક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ફ્રિડમ યુવાગ્રુપની મૂળભૂત ગાંધી વિચારો ને અનુસરીને છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. હાલ તબીબી ક્ષેત્રે જે જરૂરીયાત મંદ લોકો છે. તેમને દવાઓનો વ્યવસાય કરી આપી છે. તેમજ શૈક્ષણીક ક્ષેત્રે પણ બાળકોને મદદ કરવામાં આવે છે. હાલ કોરોના જેવી પરિસ્થિતિમાં પણ મધ્યમવર્ગનાં લોકો માટે તેમજ જરૂરીયાત મંદ લોકો માટે કિટનું વિતરણ પણ દરરોજ કરવામાં આવી રહ્યું છે.
કરૂણા ફાઉન્ડેશનના મિતલભાઈ ખેતાણીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ભૂખને લોકડાઉન હોતુ નથી જેમ મનુષ્યને ભૂખ લાગે છે. તેબોલી શકે છે. એટલે પોતાની ભૂખની વ્યથા કહી શકે છે. પરંતુ મુંગા પશુપક્ષી કોને કહી શકે ત્યારે આવા અબોલા બશુ પક્ષીઓ માટે કરૂણા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી ૨૫ જેટલા વાહનો અને અને એમ્બ્યુલન્સમાં પૂર્વ મંજૂરી લઈને પૂરી સાવચેતીઓ રાખીને કાયદાને આધીન રહી ને રાજકોટના વિવિધ ચબૂતરાઓમાં ૩૦૦૦ જેટલું ચણ, ૧૬૦૦૦ શ્ર્વાનોને દૂધ, રોટલીનું શાકાહારી ભોજન, રોજની ૬૦ કિલો લોટની ગોળી કરીને માછલીઓને ભોજન આપવામાં આવે છે. રસ્તે રજડતા પશુઓ ગાયોને લીલુઘાસ ખવડાવામાં આવે છે. તેમજ કિરીયાળુ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અબોલ પશુઓ માટે શકય તેટલી સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ જે પશુપક્ષી ઘવાયેલ હોય તેમનીસારવાર પણ કરવામાં આવે છે.જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના અપૂલભાઈ દોશીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે, મારા પુત્રને ટાઈપ ૧ ડાયાબીટીસ ડીટેકટ થયું તે સમય મને થયું કે જે સામાન્ય વર્ગનાં લોકો હોયતેમના બાળકોને આ દર્દ થતુ હોય તો તેમનું કોણ કઈ રીતે આ બાળકોની મદદ કરી શકાય ત્યારે મે મારા મિત્રો સાથે મળીને આ સંસ્થાની સ્થાપના આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા કરી ત્યારે અમારો મુખ્ય હેતુ નિદાનનો હતો હાલ અમે વિવિધ ક્ષેત્રે તબીબી સારવાર અને નિદાન જરૂરીયાત મંદ લોકોને પુરી પાડી છે. જેમાં ડાયાલીસીસી, ડાયાબીટીસ, જેવા દર્દીઓને પણ સારવાર કરાવામાં આવે છે. શરૂઆતમાં ૬ બાળકોનો સારવારમાંથી હાલ ૧૩૦૦ જેટલા ડાયાબીટીસના દર્દ સામે જજુમતા બાળકોને જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાંથી પણ જે કોઈ ડાયાબીટીસ વાળુ બાળક હોય તેની તાત્કાલીક ધોરણે નિદાન કરાવાની સેવા પૂરી પાડવામાં આવે છે.
જીવદયા ઘર ટ્રસ્ટના રાજેન્દ્રભાઈ શાહએ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, જીવદયા ઘર ટ્રસ્ટ છેલ્લા ૫૦ વર્ષથી કાર્યરત છે. તેમજ સમાજને પણ અબોલા પશુ પક્ષીઓને સહાય કરવાનું માર્ગદર્શન પણ આપી રહી છે. માત્ર ૧૦ થી ૧૫ સભ્યો દ્વારા કામ કરવામાં આવતુ હાલમાં બહોળી સંખ્યામાં સ્વૈચ્છાએ કાર્યકરતાઓ દ્વારા કામ કરવામાં આવે છે રોજનું ૧૫૦૦ લીટર દુધ ૧૭૦૦ જેટલા શ્ર્વાનોને પીવડાવામાં આવે છે. અમુક વિસ્તારોમાં પક્ષીઓ ચણ ખાતા નથી તેમને માટે ગાઠીયા બનાવામાં આવે છે. જે રોજના ૫૦ કિલોના ગાઠીયા બનાવી ને વિતરણ કરવામાં આવે છે.
કિરીયાળુ પણ પૂરવામાં આવે છે.આવી ધણી પ્રવૃત્તિઓ અમારી સંસ્થા દ્વારા દરરોજ કરવામાં આવે છે.