ગૌરક્ષા દળની ટીમે પોલીસને સાથે રાખી છ ગૌવંશનો જીવ બચાવી પાંજરાપોળમાં મોકલ્યા: એક કસાઇ ધારદાર છરા અને કોયતા સાથે ઝબ્બે
મકરસક્રાંત નિતિમે ઠેર ઠેર ગાયને નિરણ નાખી દાન-પુન કરવામાં આવે છે ત્યારે શહેરના મોરબી રોડ પર આવેલા ગણેશનગર નજીક ચામડીયા ખાટકીવાસમાં એક સાથે છ વાછરડાની કતલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હતો ત્યારે ગૌરક્ષા દળની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડી છ અબોલ પશુના જીવ બચાવી પાંજરાપોળમાં મોકલી દીધા છે. પોલીસે એક કસાઇની ધારદાર છરા અને કોયતા સાથે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ત્રણ શખ્સો ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દાન-પુનના અનોખો મહિમા ધરાવતા મકરસક્રાંતના તહેવારને ગણતરીના દિવસો આડે છે ત્યારે જ ગણેશનગર નજીક આવેલા ચામડીયા ખાટકીવાસમાં કેટલાક શખ્સૌ ગૌવંશની કતલ કરવા માટે વાછરડા લાવ્યાની માહિતીના આધારે ગૌરક્ષા દળના રામ ગોપાલદાસ, મનિષ પટેલ, મિલન સોલંકી, પ્રશાંત વોરા, ઉર્વશ રાજગોર, ગુડ્ડુ યાદવ, હાર્દિક આહિર, હર્ષ ગૌસ્વામી, દિપેશ ગજ્જર, પાર્થ વાઘેલા, નિલેશ ગુર્જર, ભીખાભાઇ રબારી, દિવ્યેશ પટેલ, સેંજલ મહેતા અને વિનુભાઇ છોટુભાઇ સહિત ગૌ રક્ષકો બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા.
બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર. એસ. ઠાકર, પી. એસ. આઇ. પી. બી. જેબલીયા અને જીજ્ઞેશભાઇ ગઢવી સહિતનો સ્ટાફ ગણેશનગર પાસેના ચામડીયા ખાટકીવાસમાં દોડી ગયા હતા. પોલીસ સ્ટાફ અને ગૌરક્ષો કતલખાને પહોચ્યા ત્યારે બે વાછરડાના ક્રુરતા પૂર્વક પગ ભાંગી નાખ્યા બાદ તેની કતલ કરવા માટે કોયતા અને ધારદાર છરા સાથે પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યાર બાદ અન્ય ચાર વાછરડાની પણ કતલ થવાની હતી.
કસાઇની ક્રુરતા જોઇ ગોરક્ષો અને પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો. કંપારી છુટે તેવી ઘટનાની પોલીસે ત્વરીત કામગીરી કરી હા‚ન જમાલ ખાટકી નામના શખ્સને પકડી છ વાછરડાનો જીવ બચાવી લીધો હતો. દરોડા દરમિયાન રાઘે મુકેશ સરાણીયા સહિત ત્રણ શખ્સો ભાગી ગયા હતા.
પોલીસે વાછરડાઓને પાંજરાપોળમાં મોકલી જીજ્ઞેશભાઇ ગઢવીની ફરિયાદ પરથી ગૌવંશની કતલના પ્રયાસ અંગેનો ગુનો નોંધી જી.જે.૬ઝેડ. ૨૮૫૯ નંબરની તુફાન જીપ કબ્જે કરી છે. ચામડીયા ખાટકીવાસમાં અવાર નવાર ગૌવંશની કતલ થતી હોવાની અને રાધે મુકેશ સરાણીયા નામનો શખ્સ રખડતા વાછરડા ચોરી ચામડીયા ખાટકીવાસમાં હા‚ન જમાલ ખાટકીને વેચી જતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કોયતા અને છરા કબ્જે કરી ભાગી છુટેલા ત્રણેય શખ્સોની શોધખોળ હાથધરી છે.