રેત માફિયાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરાશે: જીલ્લા ખાણ ખનીજ

હળવદ તાલુકાના ટિકર ગામ પાસે પસાર થતી બ્રાહ્મણી નદી માંથી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ અને હળદર મામલતદારની ટીમ દ્વારા ગઇકાલે સંયુક્ત દરોડો પાડી ત્રણ હિટાચી મશીન સીજ  કરવામાં આવ્યા હતા જેમા ત્રણ હિટાચી બાદ રૂપિયા ૨૫ લાખના રેતીના ઢગલા પર ચીઝ કરવામાં આવતાં રેત માફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

7537d2f3 3

બ્રાહ્મણી નદીના પટમાં ચાલતા રેતી ચોરીના કારસ્તાનને તોડવા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ હળવદ મામલતદાર ની ટીમ દ્વારા ગઈકાલે નદી પર દરોડો ઓચીંન્તો દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ત્રણ હિટાચી મશીન ઝડપાયા હતા ઝડપાયેલા ત્રણ હિટાચી મશીન સીજ કરવામાં આવ્યા હતા ત્યારે ે અહીં નદીમાં રેતી ના ઢગલા મળી આવતા આશરે રૃપિયા ૨૫ લાખના રેતીના ઢગલા ને પણ સીઝ કરવામાં આવતા રેતમાફીયાઓ માં દોડધામ મચી જવા પામી છે

બ્રાહ્મણી નદી માં ઝડપાયા ત્રણ હિટાચી મશીન તેમજ રેતીના ઢગલા મળી કુલ રૂપિયા અંદાજે એક કરોડનો મુદ્દામાલ થવા પામ્યો હતો વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રેત માફિયા વિરુદ્ધ યોગ્ય અને કડક હાથે કાર્યવાહી કરવામા આવનાર હોવાનું જિલ્લા ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા જણાવ્યું છે સાથે જ આગામી દિવસોમાં બ્રાહ્મણી નદી માં થતી રેતી  ચોરીને અટકાવવા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને હળવદ મામલતદાર નિ ટીન દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી રેતી ચોર પર બાજનજર રખાશે જેથી હાલ રેતી ચોરીને અંજામ આપતા રેતી માફિયાઓ માં ફફડાટ ફેલાયો છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.