વર્ષના એકજ દિવસે ભગવાન ગણપતિના ચરણ સ્પર્શ કરવા માટે ભાવિકોને અપાઈ છે પરવાનગી
ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો… પંક્તિ સાંભળવા માત્રથી જ લોકોના જાણે દુ:ખ દર્દનું સંપૂર્ણ નિવારણ આવતું હોય તે સ્પષ્ટ લાગે છે ત્યારે ગણેશોત્સવના પાવન પ્રસંગે સમગ્ર ભારત વર્ષમાં આ પર્વની ધામધૂમથી ઉજવણી લોકો દ્વારા કરવામાં આવતી હોય છે અને ગજાનંદ ગણપતિ મહારાજને ભાવ મુજબ સેવા પણ કરવામાં આવતી હોય છે. આ તકે રાજકોટ ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે વર્ષમાં એકવાર તમામ ભાવિક ભક્તોને દર્શનારિયો માટે એક વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં તેઓ ભગવાન ગણપતિના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે.
ગણેશચોથ ના પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પોતા ના ભાવ મુજબ ગજાનંદ ગણપતિ મહારાજની સેવા અને પ્રાર્થના કરતા નજરે પડે છે. સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના દર્શનાર્થે લોકો ઠેર ઠેરથી મુંબઈ આવતા હોય છે પરંતુ કુંડલીયા પરિવારના કિરીટભાઈએ આ વાતને ધ્યાને લઇ રાજકોટ ખાતે જ સિદ્ધિવિનાયક ગામ ઉભું કર્યું અને ભગવાનને બિરાજિત કર્યા જેથી હવે લોકોએ મુંબઈ સુધી નહીં પરંતુ રાજકોટમાં જ ગણપતિ મહારાજના દર્શન કરી શકે છે અને પોતાના પ્રશ્નોની યાચના પણ કરી શકે છે.
સિદ્ધિવિનાયક મંદિરનું અનેરું મહત્વ : કિરીટભાઈ કુંડલીયા
રાજકોટ ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરના કિરીટભાઈ કુંડલીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિદ્ધિવિનાયક મંદિરનું મહત્વ અનેરું છે. અને ભાવિક ભક્તો ભગવાન ગણપતિના દર્શનાર્થે આવતા હોઇ છે અને ધન્યતા અનુભવતા હોઈ છે . ગણેશચોથના પાવન પ્રસંગે ભાવિક ભક્તોને ભગવાન ગણપતિના ચરણ સ્પર્શ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે. અંતમાં તેઓએ કહ્યું હતું કે, ગણપતિ ના કોઈપણ પ્રસંગ હોય તેને રાજકોટનું સિદ્ધિ વિનાયક મંદિર ધામધૂમથી ઉજવે છે. રાજકોટના ભાવિક ભક્તોએ સિદ્ધિવિનાયક ગણપતિ દાદા ના દર્શના અર્થે મુંબઈ ધક્કો ન ખાવો પડે તે માટે રાજકોટ ખાતે આ વિશેષ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પત્નીના જન્મ દિવસે અન્ય કોઈ ભેટ નહીં, ગણેશ મંદિરની ભેટ આપી કિરીટભાઈએ: શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ
શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારનો પેલો પ્રસંગ હશે કે જ્યારે કોઈ પતિએ તેની પત્નીને જન્મદિવસ નિમિત્તે ગણપતિ મંદિરની ભેટ આપી હોય આ અલૌકિક કાર્ય કરવા બદલ કુંડલીયા પરિવાર નો આભાર પણ માનવામાં આવ્યો હતો. તેઓ ઉમેર્યું હતું કે સિદ્ધિવિનાયક મંદિર જે રાજકોટ ખાતે આવેલું છે તેની મહત્વતા અનેરી છે કારણ કે જે કોઈ ભાવિક ભક્તોના પ્રશ્નો અને સમસ્યા હોય તેનું નિવારણ અહીં દર્શન માત્રથી પૂર્ણ થઈ જાય છે. ગણેશ ચોથ ના પાવન પ્રસંગે સિદ્ધિવિનાયક મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે.