૧૨ હજાર ચો.મી.નું રજવાડી થીમ પર આધારીત વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત બાઉન્સર સિકયુરીટી.
એમ.ડી. સીસીટીવી કેમેરા અને ૨૦૦થી વધુ લાઈટોનું ડેકોરેશન સહિતની વ્યવસ્થા.
૪ હજારથી વધુ ખેલૈયાઓ રમશે, ૧૫૦૦થી વધુ લોકો રાસોત્સવ નિહાળશે: મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોની વણઝાર.
૧૫૦ ફૂટ રીંગરોડ પર બાલાજી હોલ પાછળ અબતક રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ હજાર ચો.મી.નું રજવાડી થીમ પર આધારીત વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત બાઉન્સર સિકયુરીટી, એચ.ડી. સીસીટીવી કેમેરા અને ૨૦૦થી વધુ લાઈટોનું ડેકોરેશન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દરરોજ ૪ હજાર હજારથી વધુ આ રાસોત્સવમાં ખેલૈયાઓ રમશે તેમજ ૧૫૦૦થી વધુ લોકો રાસોત્સવ નીહાળશે.ઉપરાંત રાસોત્સવના મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોની વણઝાર થશે. સમગ્ર આયોજન અંગે વિસ્તૃત વિગત આપવા આયોજક કમીટીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જેમ જેમ નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિની ભારતીય પરંપરાના માં આધ શકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના રાસ રસીયા ખેલૈયાઓ માટે સતત છેલ્લા સાત વર્ષથી કંઈક નવું જ આપવાના હેતુસર અબતક રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામા આવ્યું છે.
૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કુલની સામેના ૧૨૦૦૦ ચો.મી. વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે ૪૦૦૦થી વધુ ખેલૈયાઓ રમી શકે અને ૧૫૦૦ વધુ લોકો નિહાળી શકે તેમજ વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, સુંદર મંડપ ડેપોરેશન કરવામાં આવ્યું છે.
કંઈક નવું જ આપવાના ભાગ રૂપે ગ્રાઉન્ડમાં ૨૦૦ વધુ લાઈટોનું ડેકોરેશન કરી રાત્રીનાં પણ દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવશે. તેમજ વરસાદી વાતાવરણને પહોચી વળવા આખા ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીકની સાથે ઝાજમ પાથરવામાં આવશે.
આ આયોજનમાં ઓમ સાઉન્ડ સીસ્ટમની ૧૦૦૦૦૦ વોટની ડીઝીટલ હાઈફાઈ લાઈન એરેર સાઉન્ડના સથવારે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્લેબેક સીંગર રીયાઝ કુરેશી, ડાયરાની કોયલ અનુ પરમાર, સંદિપ પ્રજાપતી પોતાના કામણગારા સુરોથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે તેમજ શાહરૂખ મીર પ્રેઝન્ટ એસ.એમ.ઓરકેસ્ટ્રાના યુવા સાંજીદાઓ ખેલૈયાઓ ધુમ મચાવશે.
અબતક રજવાડી રાસ મહોત્સવમાં રોજ પ્રિન્સ અને પ્રિન્સેસ થનારને ઈનામો આપવામાં આવશે. તેમજ મેગા ફાઈનલમાં બાઈક, એકટીવા, સોનું, ફ્રીજ, એલ.ઈ.ડી.ટી.વી., મોબાઈલ, ઘરઘંટી, વોશીંગ મશીન, સોફા સહિતના લાખેણા ઈનામો આપવામા આવશે. તેમજ રોજે રોજ નવી નવી સ્પર્ધાઓ યોજવામાં આવશે.
આ આયોજનમાં અમારા મુખ્ય સ્પોન્સર તરીકે બેલ લેમીટનેટસના સાથ સહકારથી સીલ્ક સીરામીક પ્રેસન્ટ અબતક રજવાડી રાસ મહોત્સવમાં દર વર્ષ કરતા કાંઈક આ વર્ષ કંઈક નવું જ આપવામાં આવશે. ખેલૈયાઓ દ્વારા પાસ બુકીંગમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
બાકી રહી જતા ખેલૈયાઓને વહેલી તકે પાસ મેળવી લેવા ગ્રાઉન્ડ પરની ઓફીસથી મેળવી લેવા વધુ વિગત માટે મો. ૮૪૬૦૦૦૧૦૦૮ ઉપર સંપર્ક કરવો. આ આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, પ્રોજેકટ ચેરમેન મોહિત વઘાસીયા, વાઈસ ચેરમેન યાજ્ઞીક કોટડીયા, વાઈસ પ્રેસીડેન્ટ રોશલ સગપરીયા, સેક્રેટરી જે.પી. હિરાણી, વા. પ્રોજેકટ ચેરમેન હિનેશ સાકરીયા, વા. સેક્રેટરી હેરી પ્રજાપતી, કો.ઓડીનેટર ગૌતમ ગૌસ્વામી, લલીત સીદપરા, ભરત પટેલ, ઓર્ગેનાઈઝર જીતેન જડીયા, રાજુ લીંબાસીયા, સંદીપ હિરપરા, ખોડિદાસ પાંભર, કેવલ લૂણાગરીયા, વસીમ ડાકોરા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.