પ્રથમ નોરતે રાસોત્સવમાં સમાજ શ્રેષ્ઠીઓએ વિજેતાઓને ઇનામોથી નવાજ્યા
શહેરમાં ભારે રોનક સાથે નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં પહેલા નોરતે ભારે ભીડ ઉમટી પડી હતી. નાના મવા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ ખાતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને સૂરજ ઉગ્યો હતો. મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીની ઝળહળાટ વચ્ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્ટેપ રમી મા જગદંબાની આરાધના કરી હતી. પ્રથમ જ નોરતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં પરેશભાઇ વિઠલાણી, હસુભાઇ ભગદેવ સહિતના આયોજકો અને કમિટી મેમ્બરોએ જગત જનની મા ભવાનીની આરાધના કરી હતી. ત્યારબાદ મેડ મ્યુઝિકના સથવારે રાસ ગરબાની રંગત જામી હતી.
અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સાથે વિશાળ સ્ટેજ ઉપર એન્કર ટ્વિન્કલ પટેલ, મનોજ નથવાણી તથા ગાયકો હરી ગઢવી, તરૂણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જ્યોત્સના રાયચુરા, શ્રદ્વા ખખ્ખર, ભૂમિ બદિયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્મી રીમીક્સ ગીતો ગાઇ ખેલૈયાઓને ડોલાવવા માટે મજબૂર કરી દીધા હતા. અને જ્યારે અમે રઘુવંશી લહેરી લા લાલ ગીત વાગતા જ રઘુવંશી ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે રઘુવંશી પરિવારના આંગણે તુ મારી હીરના મુખ્ય કલાકાર પૂજા જોશી સહિતના કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. વેલડ્રેસ તથા પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે કેવિન ભીમાણી, ફર્સ્ટ પ્રિન્સેસ તરીકે ફ્લોરસ ભીમાણી જ્યારે વેલડ્રેસ બોયઝમાં વિશેષ સાદરાણી, ગર્લ્સમાં પૂજા જીમુલિયા જ્યારે જૂનિયર ખેલૈયામાં પણ લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતાં. ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઇ કારીયા, આગેવાન સતીષભાઇ શીંગાળા, પ્રિવેશભાઇ પારેખ તેમજ પીએસઆઇ ગીરીરાજસિંહ જાડેજા, હડમતાળાના પંકજભાઇ ગણાત્રા, પ્રિતેશભાઇ પારેખ, હિરેનભાઇ કોટક, મુરબ્બી મનુભાઇ જોબનપુત્રા, અલ્પેશભાઇ પૂજારા, ડ્યુરોફ્લેક્સ મેટ્રેસના સીઇઓ મોહનરાજ, જીતેન્દ્રભાઇ ગણાત્રા, મુકેશભાઇ રવેશિયા, ધ્રુપલભાઇ સાતા, ચિરાગભાઇ બગડાઇ સહિતના અનેક આગેવાનોએ રાસોત્સવની શોભા વધારી હતી.
પરેશભાઇ વિઠલાણી, પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ(મામા), શૈલેષભાઇ પાબારી(એસ.પી.), હસુભાઇ ભગદેવ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસાતા, બલરામભાઇ કારીયા, કાનાભાઇ સોનછાત્રા સહિતના સંભાળી રહ્યા છે. પાસ મેળવવા કે અન્ય માહિતી માટે મો.નં.98ર44 00030 પર સંપર્ક કરવા જણાવ્યું છે.