મોરબી : મોરબીના જેતપર ગામે ટાઇલ્સ ઘસવાનું મશીન માથે પડતા પ્રૌઢાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં મોરબી, રાજકોટ અને અમદાવાદ ખાતે સારવાર કરવામાં આવી હતી. પરંતુ આ સારવાર કારગત ન નિવડતા અંતે પ્રૌઢાનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જેતપર ગામે રામદૂત પેટ્રોલ પંપ પાસે આવેલા પાલકો કંપનીમાં કચરો વાળતા લક્ષ્મીબેન અઠેલાલ ઉ. વ.૫૬ની માથે ટાઇલ્સ ઘસવાનું મશીન માથે પેટના ભાગે પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેથી તેઓને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
તેમ છતા સારવાર કારગત ન નિવડતા પ્રૌઢાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.