બેઠકમાં રોડ, રસ્તા નવા બનાવવા તેમજ રીપેરીંગના કામને લીલીઝંડી: વર્ષ ૨૦૧૯-૨૦નું ૬.૯૩ કરોડનું બજેટ રજુ
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની આજરોજ બેઠક મળી હતી. જેમાં રૂ.૬.૯૭ કરોડના ખર્ચે રોડ-રસ્તા નવા બનાવવા તેમજ રીપેરીંગના કામને મંજુરી આપવામાં આવી હતી. બાંધકામ સમિતિના પ્રમુખ મગનભાઈ મેટાળીયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૬.૯૩ કરોડનું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે બાંધકામ સમિતિના ચેરમેન મગન મેટાળીયાના અધ્યક્ષ સ્થાને બાંધકામ સમિતિની બેઠક મળી હતી. જેમાં રોડ-રસ્તાના કામોમાં રૂ.૧૬.૫૫ લાખના ખર્ચે રાજકોટ તાલુકાના રૂ ૧૭.૮૩ લાખના ખર્ચે ઉપલેટા તાલુકાના રૂ ૨૫.૮૬ લાખના ખર્ચે જામકંડોરણા રૂ ૨૫.૮૬ લાખના ખર્ચે ધોરાજી રૂ ૬૯.૧૫ લાખના ખર્ચે ગોંડલ રૂ ૨૬.૬૯ લાખના ખર્ચે પડધરી રૂ ૨૬.૨૮ લાખના ખર્ચે લોધીકા રૂ ૮૦.૭૫ લાખના ખર્ચે જામકંડોરણા રૂ ૬૬.૧૬ લાખના ખર્ચે જેતપુર રૂ ૨૯.૯૮ લાખના ખર્ચે ધોરાજી રૂ ૩૦૩ લાખના ખર્ચે બેડી હડમતીયા તા.રાજકોટના કામોને મંજુરી આપવામાં આવી હતી. આ સાથે ઉપલેટા તાલુકાના મચ્છરજાળ સહિતના કામો માટે ૮ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
આ સાથે ગામડાઓમાં રિલાયન્સના જીઓના કેબલના કારણે રોડ તુટી જતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રિલાયન્સના આ કેબલથી ૨ મીટર દુર અંતરે નવા રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત તાલુકા પંચાયતોને હસ્તક રહેલા ગેસ્ટહાઉસો ખાલી પડેલા હોય તો તેને પદાધિકારીઓ કે અધિકારીઓને ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.