શિયાળામાં ધુમ્મસ અને આંદોલનના કારણે ફલાઈટ્સ રદ

નાગરીક ઉડ્ડયન ક્ષેત્રે મહા હડતાલના પગલે દેશભરની ઓછામાં ઓછી ૧૦૦ જેટલી ફલાઈટ રદ કરવામાં આવતા અનેક પ્રવાસીઓની નાતાલની રજામાં વિઘ્ન આવી ગયું હતુ કલકતાથી આવતી જતી તમામ ખાનગી વિમાની કંપનીઓની તમામ ફલાઈટો રદ કરવામાં આવી છે. જયારે દિલ્હીની આવક જાવકવાળી ૮ ફલાઈટો મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

અત્યારે દેશભરમાં નાતાલની રજાઓનો માહોલ છે. ત્યારે વિવિધ કારણ સબબ ને ખાસ કરીને હવામાનના કારણોથી અનેક ફલાઈટો રદ કરવામાં આવી છે. અત્યારે વિમાની સેવા આપતી કંપનીઓ માટે કમાવવાની સીઝન ગણાય છે. અલબત ગત જુલાઈ મહિનાથક્ષ દેશની આંતરીક વિમાની સેવાઓ અને રૂટ કેન્સલ કરવાનો વધ્યું છે. વિમાની કંપનીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વહીવટી વિસંગતતા ઉપરાંત શિયાળાનું ધુમ્મસ ભર્યું વાતાવરણ વિમાન ઉડાવવામાં અવરોધ રૂપ બને છે. આકાશમાં ધુમ્મસના કારણે કંઈ દેખાતુ ન હોવાથી સલામતીનાકારણોસર સેંકડોની સંખ્યામાં બુકીંગ હોવા છતાં ફલાટો રદ કરવાની પ્રથા યથાવત રહી છે.

સોમવારે જ ગોએરએ ૧૮ ફલાઈટો કેન્સલ કરી નાખી હતી ધુમ્મસ અને પ્રતિકુળ હવામાનની સાથે સાથે દેશભરમાં આંદોલનના માહોલ વચ્ચે કેન્સલ થતી આ ફલાઈટોથી હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.