વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડ કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે પૂર્વવત થયાં છે ત્યારે જામનગર માર્કેટીંગ યાર્ડ પણ ગત શુક્રવારથી શરૂ થવા પામ્યું છે. શુક્રવારે વિવિધ જણસીની આવક આવી હતી જ્યારે બીજા દિવસે એટલે કે શનિવાર વિવિધ જણસીની હરરાજી કરાઇ હતી.
માર્કેટ યાર્ડમાં માત્ર એક દિવસમાં 43706 મણ અલગ-અલગ જણસીની હરરાજી થવા પામી હતી. જામનગર યાર્ડમાં ખેડૂતો સૌથી વધુ ધાણા લઇને આવી પહોંચ્યા હતાં. જ્યારે તુવેર નિમ્ન આવક રહી હતી.
મુખ્ય જણસીમાં હાલ મગ, અડદ, જીરૂ પુષ્કળ આવી રહ્યાં છે. વિવિધ જણસી સાથે ગત શનિવારે 550થી વધુ ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વહેંચી શક્યા છે. કોરોના સંક્રમણ ઘટતા યાર્ડ પુન: શરૂ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
કોરોના સંક્રમણ અને નિયંત્રણોના પગલે 23 દિવસ બાદ શરૂ થયેલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે 43706 મણ જણસની હરાજી થઇ હતી. જુદી-જુદી જણસો લઇ 561 ખેડૂત આવ્યા હતાં.
સૌથી વધુ 15750 ધાણા તો તુવેર માત્ર 175 મણ આવી હતી. હરાજીમાં અજમાના 3000, જીરૂના 2545, રાયડા ના 1240, અડદના 1410 ભાવ બોલાયા હતાં.કોરોનાના કેસ ઘટતા રાજય સરકારે કડક નિયંત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. જેના પગલે માર્કેટ યાર્ડમાં ગત શુક્રવારે જણસોની આવક ચાલુ કરવામાં આવી હતી તો ગત શનિવારે હરાજી પુન: શરૂ થઇ હતી.
ગત શનિવારે કુલ 561 ખેડૂત આવતા જુદી-જુદી જણસોની 43706 મણ આવક થઇ હતી. આ તમામ જણસોની હરાજી થઇ હતી. જેમાં ધાણાની સૌથી વધુ 15750 અને તુવેરની ફકત 175 મણ આવક થઇ હતી.