પત્નીએ ઘરે આવવાની ના કહેતા પતિએ કર્યો આપઘાત

નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા અને છ માસ પહેલા જસદણના ખંભાળા ગામની યુવતિ સાથે પરણેલા યુવાને અગીયારસ કરવા પત્નિ સાથે સાસરે આવ્યા બાદ પત્નીએ પાછુ ન જવાની જીદ કરતા પતિએ ઝેર પી આપઘાત કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક આવેલા નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા રાહુલભાઇ હકુભાઇ મકવાણા નામના ર૦ વર્ષના યુવાને જસદણના ખંભાળા ગામે પોતાના સસરાના ઘરે ગત તા.ર૧મીએ ઝેર પી લેતા તેનું ચાલુ સારવારમાં મોત નિપજયું હતું.વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક રાહુલ મકવાણાના છ માસ પૂર્વે જસદણના ખંભાળા ગામની યુવતિ સાથે લગ્ન થયા બાદ રાહુલ પોતાની પત્ની સાથે અગીયારસ કરવા માટે સાસરે આવ્યો હતો. જયાં રાહુલ મકવાણાએ પત્નીને નવાગામ જવાનું કહેતા પત્નીએ ના પાડતા

રાહુલે ઝેર ગટગટાવ્યું હતું. જયાંથી રાહુલ મકવાણાને બોટાદ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું ચાલુ સારવારે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.