ક્રિસ્ટલ સ્કૂલ્સ-રાજકોટ ધો.૬/૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સિયાચીનમાં સૈનિકોની વીરગાથા સાંભળી તેની અનુભૂતિ કરવા બર્ફિલા પહાડોમાં જવાનું નકકી કર્યું તેમાંથી ૫૨ સાહસિક વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ સફર માટે તૈયાર થયું. અદ્ભૂત રોમાંચનો અનુભવ કરાવતી પહાડીઓની વચ્ચે સમુદ્રતટથી ૧૩૦૫૦ ફૂટ ઉંચાઈ પર નસ્ત્રભૃંગ-તૃંગથથ સ્થળ પર પહોંચ્યા ત્યાં બરફની વર્ષાથી સમગ્ર સ્થળનું સૌંદર્ય અદ્ભૂત હતું.
તે સ્થળ પર એડવેન્ચર ગાઈડ બિપીનભાઈ તેમજ અપલભાઈ સિયાચીનમાં સૈનિકોની વીરગાથાને યાદ કરી વિદ્યાર્થીઓને તેના સાહસ વિશે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ વીર સૈનિકોને નમન કરવા માટે તે સ્થળ પર નસ્ત્રતિરંગોથથ લહેરાવી રાષ્ટ્ર ભાવના વ્યકત કરી અને સંકલ્પ કર્યો કે સૈનિકોના સાહસને પોતાની જીવનશૈલી બનાવી સાચા ભારતીય બનશું.