- જય વેલનાથ યુવા મંચ આયોજીત
- 10,000થી વધુ લોકોએ ભોજનનો લ્હાવો લીધો, કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવિયા તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓએ નવ દંપતીને આશિર્વાદ પાઠવ્યા
જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અધ્યક્ષ દેવભાઇ કોરડીયા નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરના આંગણે અઢારે વરણને સાથે રાખીને સર્વે જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું અતિ ભવ્યશાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રીયલ મેળાના ગ્રાઉન્ડ ખાતે આ પ્રસંગ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય આયોજનમાં ધાર્મિક, અનેક રાજકીય મહાનુભાવો, સામાજીક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલિસમિત્રો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોક્ટરો, ઉચ્ચકક્ષાના સરકારી અધિકારીઓ, વકિલો, શિક્ષકો, વિવિધક્ષેત્રના તમામ સમાજની સંસ્થાના હોદ્ેદારો હાજર રહ્યા હતા.
જય વેલનાથ યુવા મંચ અને સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ સમિતિના તમામ કાર્યકરોના મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહ લગ્નમાં દિકરીઓને કરિયાવરમાં સ્માર્ટ ટી.વી., સોનાની બુટી, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો કયારો, સેટી, કબાટ કુલ 111 (એકસો અગિયાર) અમુલ્ય અને કિંમતી ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ સમુહ લગ્નમાં લગ્ન મંડપ અલગ અને અનોખા શાહી મંડપમાં દિકરીઓના લગ્ન કરવામાં આવશે. જાનૈયા અને માંડવીઆ બન્ને પક્ષ માટે સ્વરૂચિ ભોજન સમારંભની અદ્ભૂત વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મહાનુભાવોનું શાહી સ્વાગત કરવામાં આવશે. આ લગ્નમાં શરણાઇ, ઢોલ, છત્રીઓ તેમજ મધુર લગ્નગીત રાખેલ હતા. નાત-જાતના ભેદભાવ વગર સર્વે સમાજની 26 લાડલી દિકરીઓ લગ્ન સંસ્કારથી જોડાયા હતા. જે દિકરીઓના પિતા ન હોય તેવી દિકરીઓના પાંચ વર્ષ સુધી મામેરા પણ જય વેલનાથ યુવા મંચ દ્વારા આપવામાં આવે છે.
આ સમુહ લગ્નોત્સવમાં 10,000થી વધુ લોકોએ ભોજનનો લાભ લીધો હતો તેમજ નવયુગલોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
જય વેલનાથ યુવા મંચ દ્વારા 26 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું : સુભાષ અગોલા
જય વેલનાથ યુવા મંચના ટ્રસ્ટી સુભાષભાઈ અગોલાએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના આંગણે જય વેલનાથ યુવા મંચ દ્વારા સર્વ જ્ઞાતિએ સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે વિજયભાઈ રૂપાણી, મનસુખ માંડવીયા, જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને સંતો-મહંતો સહિત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન આયોજનના અધ્યક્ષ દેવભાઈ કોરડીયા તેમજ તેમની ટીમ દ્વારા દરેક દીકરીઓને નાની મોટી ઘરવખરીથી લઈને સોના-ચાંદી ની વસ્તુ તેમજ ટીવી, સોફા સહિતની વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં
આવી હતી. લગ્ન બાદ પણ પાંચ વર્ષ સુધી આ દિકારીઓને મામેરા પૂરા પાડવાનું કામ પણ જય વેલનાથ યુવા મંચની ટીમ દ્વારા કરવામાં આવશે.