વેરાવળે નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી. આ બેઠકમાં ભા.જ.પ.ના ૨૪ સભ્યો તથા કોગ્રેસના ૧૧ સભ્યો હાજર રહેલ જયારે પ સભ્યોના રજા રીપોર્ટ આવેલ અને ૪ સભ્યો ગેરહાજર રહેલ હતા. બેઠકમાં લોકોની સુખાકારી માટેના પ્રશ્રોની ચર્ચાઓ સાથે વિકાસ કામો મંજૂર કરાયેલ હતા તેમજ શહેરના જુદા-જુદા રસ્તાઓના નામકરણ તેમજ સ્વામી વિવેકાનંદનું સ્ટેચ બનાવીને વી.આઇ.પી. રોડ પર સર્કલમાં મુકવાનું નકકી કરવામાં આવેલ છે.
વેરાવળ નગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી ચીક ઓફીસર જતીનભાઇ મહેતા અધિયકસ્થાને નગર પાલિકા સભા ખંડ મા સામાન્ય સભાની બેઠક યોજાઇ વિરોધપક્ષના નેતા સહીતના નગરસેવકો ઉપસ્થિત રહેલ અને શહેરના વોર્ડ નં.૧૧માં ખડખડ વિસ્તારમાં આવેલ નવા રામ મંદિરની બાજુમાં નગરપાલિકાની માલિકીનું હયાત બિનઉપયોગી ખંઢેર હાલતમાં બાલમંદિર આવેલ છે તે જગ્યાએ નવું કોમ્યુનીટી હોલ બનાવવા માટે જુનુ બિલ્ડીંગ ઉતારી લેવાની માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સેનીટેશન શાખાના ઉપયોગ માટે પાંચ ટકા મેલેથીઓન પાવડર, ચુનો પાવડર, મેલેરીયા ઓઈલ, પાવડા, પારી, ત્રીકમ, પાવડીઓ વિગેરે ખરીદ કરવા માટે અંદાજીત રૂમ.૧૨.૫૦ લાખ મંજુર કરવામાં આવેલ છે. નગરપાલિકા કચેરીમાં સી.સી.ટી.વી. લગાવવા માટે અગાઉ ર.સાડા ત્રણ લાખ મંજુર કરવામાં આવેલ તેમાં વધારાના ખર્ચના ર.એક લાખ જનરલ બોર્ડની અપેક્ષાએ મંજુર કરવામાં આવેલ છે. નગરપાલિકાના ટી.પી. સ્કીમ નં.૧ના અંતિમખંડ નં.૩૦૫માં આવેલ શોપીંગ સેન્ટરના રીનોવેશન માટેનો ખર્ચ મંજુર કરવા તેમજ નગરપાલિકાના જુદા-જુદા બિલ્ડીંગ ઉપર સોલારરૂમ ટોપ ફીટ કરાવવાનું નકકી થયેલ છે.
બેઠકમાં પ્રમુખ મંજૂલાબેન સુયાણીના અધ્યક્ષ સ્થાનેથી શહેરના જુદા-જુદા રસ્તાઓના નામકરણ તેમજ સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ બનાવીને વી.આઇ.પી. રોડ પર સર્કલમાં મુકવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકા કચેરીની બિલ્ડીંગમાં એસ.પી. કચેરી આવેલ હોય તેમાં રીનોવેશન કરાવવાનું અને ત્રીવેણી સંગમ તરફ જવાના મુખ્ય રોડથી સ્મશાન તરફ જતા હૈયાત રોડ ઉપર આવેલ બાલ સ્મશાન પાસે સીમેન્ટ ક્રોંક્રીટની અધુરી દિવાલ છે તેની ઉપર રોડ લેવલ કરી દિવાલ પૂરી બનાવવા સહીતની બાબતે ચર્ચાઓ કરવામાં હતી.આમ, આજની સામાન્ય સભામાં જુદા-જુદા કામોના એજન્ડા મુજબ વિકાસના કામો તથા ખર્ચ મંજુર કરવામાં આવેલ હતા અને આ સામાન્ય સભામાં રેગ્યુલર એજન્ડા ૩૮ તથા અધ્યક્ષ સ્થાનેથી ૭ એજન્ડા મળી કુલ ૪૫ એજન્ડાઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.