રાજય સરકારની ૪ યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરી: કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ
રાજયના મુખ્ય ચાર યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવાની રાજય સરકારે જાહેરાત કરી છે. ચારયાત્રાધામો પૈકી મુખ્ય મથક જુનાગઢ હોવાનું અને ગિરનાર પર્વત સુધી હેલીકોપ્ટર સેવા શ‚ કરવાની આજે સતાવાર જાહેરાત કરી છે. તેમજ ભવનાથ તળેટીમાં હેલીપેડ બનાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજયના અંદાજીત ચાર યાત્રાધામો જુનાગઢ, અંબાજી, ચોટીલા અને પાવાગઢ ખાતે આગામી દિવસોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવામાં આવનાર હોવાની આજે સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરાઈ છે. સૌપ્રથમ હેલીકોપ્ટર સેવા અંબાજી મંદિર ખાતે શ‚ કરવામાં આવશે. આ ચારેય યાત્રાધામોમાં મુખ્ય મથક જુનાગઢને રાખવામાં આવ્યું છે. ગીરનાર પર્વત ઉપર ભાવિકોને જવા માટે આગામી દિવસોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરાશે. જેના માટે ભવનાથ તળેટીમાં હેલીપેડ બનાવાશે. આ સમગ્ર મામલે જુનાગઢના જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ શ‚ થયો છે.
અંબાજી, જુનાગઢ, પાવાગઢ અને ચોટીલા યાત્રાધામોમાં ભાવિકોનો પ્રવાહ અવિરત રહેતો હોય છે. પર્વત ઉપર ચઢવા અને દર્શન કરવા માટે ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે રાજયના મુખ્ય ચાર યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવાની જાહેરાત કરી છે. આ સેવાથી વડીલો, અશકત તેમજ પર્વત ચડવા સક્ષમ ન હોય તેવા ભાવિકોને લાભ થશે. નજીકના ભવિષ્યમાં જ આ ચારેય યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવામાં આવશે.
ચારેય યાત્રાધામોમાં આગામી દિવસોમાં હેલીકોપ્ટર સેવા શ‚ થવાથી ભાવિકો તેનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે ઉપરોકત ચારેય યાત્રાધામોમાં બારેમાસ ભાવિકોની ભારે ધસારો જોવા મળે છે. ગીરનાર અને પાવાગઢ જેવા પર્વત ઉપર ચડવા સક્ષમ ન હોય તેવા ભાવિકોને હેલીકોપ્ટર સેવાનો નજીકના ભવિષ્યમાં જ લાભ મળશે