શ્રીનગર લોકસભા બેઠકનાં ૯૦ મતદાન મથકો પર એકપણ મત ન પડયા: ઇદગઢ, ખાનીયાર, બટમાલુ સહિતના અનેક મતદાન મથકો પર મતદારો મતદાન કરવા ફરકયા જ નહીં
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી દેશભરમાં યોજાઈ રહી છે. ત્યારે, ગઈકાલે દેશના ૧૧ રાજયો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની ૯૫ બેઠકો માટે બીજા તબકકાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાયું હતુ
આ તમામ બેઠકો પર વર્ષ ૨૦૦૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી જેટલું જ ૬૭.૭ ટકા મતદાન થવા પામ્યું છે. આ ચૂંટણીમાં ગત ચૂંટણી જેટલું જ થયેલુ મતદાન ‘કોના ભોગે કોને લાભ કરાવશે’ આ મતદાનથી આ બેઠકો પર પુનરાવર્તન થશે કે પરિવર્તન કરાવશે? વગેરે જેવા મુદાઓ રાજકીય પંડિતો માટે ચર્ચાનો વિષય બન્યા છે.
દેશમાં સાત તબકકામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બીજા બકકાનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જે રાજયોમાં મતદાન થયું છે. તેમાં આસામમાં ૭૬.૪ ટકા, બિહારમાં ૬૨ ટકા, જમ્મુ કાશ્મીરમાં ૪૫.૬ ટકા, કર્ણાટકમાં ૬૮.૧ ટકા, મહારાષ્ટ્રમં ૬૧.૮ ટકા, મણીપૂરમાં ૭૭.૯ ટકા, ઓડિસામાં ૫૮.૪ ટકા, તામીલનાડુમાં ૭૧.૧ ટકા, ઉત્તર પ્રદેશમાં ૬૨ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૬.૪ ટકા, છતીસગઢમાં ૭૩ ટકા ત્યારે પુડુચેરીમાં ૭૭.૫ ટકા મતદાન થયું હતુ.
આ ચૂંટણીમાં ૧૧ રાજયો અને ૧ કેન્દ્ર શાસીત પ્રદેશની ૯૫ બેઠકો માટે ૬૭.૭ ટકા મતદાન થવા પામ્યું હતુ આ બેઠકોપર વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણી માટે ૬૯.૫૧ ટકા મતદાન નોંધાયું હતુ જેથી આ ચૂંટણીમાં આ બેઠકો પર બે ટકા જેવું ઓછુ મતદાન થયુંહતુ જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરની બે બેઠકો પર પાંચ ટકા જેવુ ઓછુ મતદાન થતા મતદાનની કુલ ટકાવારી બે ટકા જેવી ઓછી થવા પામી હતી. આ ચૂંટણીમાં ખાસ કરીને આસામ, પ.બંગાળ, મણીપૂર વગેરે જેવા પૂર્વોતરનાં રાજયોમાં ગત વખતની ચૂંટણી જેટલુ મતદાન થવા પામ્યું છે.
જેથી આ ચૂંટણીના મતદાનમાં વર્ષ ૨૦૧૪માં થયેલી ચૂંટણી જેટલુ જ મતદાન થવાપામ્યું છે. આ ચૂંટણીમાં થયેલુ મતદાન કોને ફાયદોકરાવશે અને કોને નુકશાન કરાવશે? તેના પર રાજકીય પંડીતોની નજર છે. આ સરખા મતદાનમાં આ બેઠકો પર પુનરાવર્તન કરશે કે પરિવર્તન થશે તે મુદો પણ રાજકીય પંડીતો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
શ્રીનગરમાં ખૂબજ મતદાન ધીમી ધારે રહ્યું હતુ જેમાં શ્રીનગરની ૯૦ બુથો ઉપર એક પણ મત પડયો ન હતો. ૯૦ બુથો વિશે વાત કરવામાં આવે, તો ઈદગઢ, ખાનયાર, હબા કાદલ,બારમલ્લુનો સમાવેશ થાય છે. જયારે બડગામ ૧૩ બુથો ઉપર ૨૦૧૭માં ભારે હિંસા પણ થઈ હતી ત્યારે શ્રીનગ બેઠકનાં ૯૦ બુથોઉપર ૧ પણ મત ન પડતા આ અંગેની નોંધ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવી હતી.
આ મતદાન દરમ્યાન અનેક જગ્યાએ ઈવીએમ મશીનો બગડવાની ફરિયાદો ઉઠવા પામી હતી જોકે ચૂંટણી પંચના દાવા મુજબ આ મતદાન દરમ્યાન ૦.૩૭ ટકા જ ઈવીઅમે મશીનો બગડવાની જયારે ૦.૪ ટકા ઈવીએમ ક્ધટ્રોલ યુનિટો અને ૧.૪૫ ટકા વીવીપેટ મશીનો બગડયા હોય તેને તુરંત બદલાવીને મતદાનની કાર્યવાહી આગળ ધપાવી દેવામાં આવી હતી.જયારે કર્ણાટકમં ચૂંટણી ફરજ પર રહેલા એક કર્મચારીનું હાર્ટએટેક આવતા મૃત્યુ થયું હતુ જેથી, મતદાનમાં થોડીવાર વિલંબ થયો હતો. જોકે, ચૂંટણી અધિકારીએ અન્ય રીઝર્વ સ્ટાફને મૂકીને મતદાન ફરીથી ચાલુ કરાવ્યું હતુ.