લોકસભાની ચુંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે ગમતાના કરીએ ગુલાબની મોસમ પુર બહારમાં ખીલી છે. દેશના રાજકારણમાં પ્રાદેશિક પક્ષોની અવગણના હવે કોઇને પોષાય તેમ નથી તે નિશ્ચીત બન્યું છે.ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીમમાં જોડાવવા માટે અંતે અત્યાર સુધી ‘ઉહું ઉહું ’કરતાં શીવસેનાએ અંતે મહારાષ્ટ્રમાં ભાજપને ટેકો આપવાની સહમતિ સાંધી લોકસભાની ચુંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાં ૨૩ પર ચુંટણી લડવાની ગોઠવણ કરી સેનાએ અંતે કુલડીમાં ગોળ ભાંગી લીધો.
શીવસેનાના મુખ્ય ઉર્ઘ્વ ઠાકરે અત્યાર સુધી રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ ના શુરમાં સુર મિલાવતા હતા. પરંતુ સોમવારે એકા એક તેમણે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી માટે ભાજપ સાથે ભાગીદારીની જાહેરાત કરી દીધી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પત્રકાર પરિષદ યોજી ભાજપના અમિત શાહ અને ઉઘ્વ ઠાકરેના હાથ મેળવી લીધા હતા.
મહારાષ્ટ્ર લોકસભાની ૪૮ બેઠકો માંથી ભાજપ ૨૫ અને સેના ૨૩ બેઠકો પર ચુંટણી લડશે. અને વિધાનસભાની ચુંટણીમાં ભાજપ સેના વચ્ચે ૫૦-૫૦ ટકા ની રાજકીય ભાગીદારી બન્ને પક્ષોએ સ્વીકારી લીધી છે.આ ગઠબંધન મહારાષ્ટ્રમાં ભાજપ-સેનાના ગઠબંધનમાં આમ જોવા જઇએ તો શીવસેનાની હાથ ઉપર રહ્યું હોવાનું ગણાય. જો કે દેવેન્દ્ર ફડણવીશે આ અંગે જણાવ્યું હતું કે વિધાનસભાની ચુંટણીને હજુ વાર છે અને લોકસભામાં સેનાને ર૩ બેઠકોનો ભાગ આપવામાં આવ્યો છે.
વિધાનસભાની બેઠકમાં હજુ બન્ને પક્ષો તેલ અને તેલની ધાર જોવાનું વિચારી રહ્યા છે. સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદની ડિમાન્ડ કરી છે. જે માટે ભાજપે હજુ મગનું નામ મરી પાડયું નથી.
અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ સેનાની આ યુકિત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: સત્તા પર આવવા માટે નિર્ણાયક બનશે જુના મનદુ:ખો ભૂલીને બન્ને પક્ષ રાષ્ટ્રરુટ માઇક્રોમેનેજમેન્ટ પાયાના કાર્યકરોનો નેટવર્ક સાથે હિન્દુત્વ, રાષ્ટ્રવાદના એક સમાન એજન્ડા પર બન્ને પક્ષો સહમત થયા છે.
ભાજપે- સેનાના અયોઘ્યામાં વહેલાસર રામ મંદીરના પ્રયાસોની લાગણી સ્વીકારી લીધી છે. શાહે જણાવ્યું હતું કે સેના અને અકાલીદલ ભાજપના જુના સાથીદાર છે. વાજપાયે અને બાલઠાકરે એ આ ભાગીદારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અયોઘ્યામાં ૬૬ એકરની બીન વિવાદી જમીન સંપાદન ની વાત પર સેના અને ભાજપ એક શુર બની છે. આ ઉ૫રાંત નનારમાં રિફાઇનરી પ્રોજેકટ અટકાવવાનું પણ ભાજપે વચન આપ્યું છે.
મુંબઇમાં ઝુંપડપટ્ટી પુન: વર્સન, પ૦ લાખ ખેડુતોને સહાય ૧ર હજાર કરોડનો કૃષિ વિમો જેવી ઘણી બાબતોમાં સેનાએ ભાજપ પાસેથી ધાર્યુ કરવામાં સફળતા મેળવી છે.