૨૦૧૫ અને ૨૦૧૭ માં એમ બે વખત રજુ કરાયેલો ખરડા અંતે મંજુરીની મહોર આપી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ખરાડાને મંજુરીની મહોર લગાવી દીધી છે. ગુજરાત વિધાનસભાના આ ખરડો માર્ચમાં રજુ કરવાના આવ્યો હતો જો કે ભારત સરકાર દ્વારા ૨૦૧૫ અને ૨૦૧૭ માં આ વિવાદાસ્પદ ખરડાને ફગાવી દેવામાં આવ્યો હતો. આ ખરડાને ૨૦૧૫માં પ્રથમવાર રજુ કરાયો હતો. જે નામંજુર થયો હતો અને ત્યારબાદ થોડા સુધારા સાથે ૨૦૧૭ માં રજુ કરાયો હતો. તેને પણ સરકારી મંજુરી મળી ન હતી. જો કે આ ખરડાના સુધારા માટે સુચનો પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ખેત જમીન વિધેયક ૨૦૧૫ અને ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ ૨૦૧૭ને મંજુરી મળી છે.
જમીન ટોચ મર્યાદા ખરડો ૧૯૬૦ માં અમલમાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ ચોકકસ મર્યાદા દ્વારા ખેતીની જમીનને બચાવવાનો હતો. જેની પાસે ખેતીની જમીન ન હોય તે લોકો માટે જમીન મેળવવાની જોગવાઇ આ ધારામાં હતી.
જેમાં અનુસુચિત જાતી અને જનજાતિને પણ વિશેષ લાભ આપવામાં આવ્યા. આ અંગે વધુ જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા આ ખરડાને મહોર લગાવતા જ સાબીત થાય છે કે આ કાયદો ખેડુત વિરોધી છે.
ગરીબો વિરોધી હતો. જમીન વિહોણા ખેડુતો ખેતી ન કરો અને ખેડુતોના પરિવારજનોને સરકારી જમીન ફાળવવાની જોગાવઇ હતી. અંતે ગુજરાતના ખેત જમીન મર્યાદા ખરડાને રાષ્ટ્રપતિની મહોર લાગતા ખેડુતોને થોડે ઘણે અંશે પણ લાભ થશે.આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરીયાત ધરાવતા લોકોને જમીનની વધુ રકમની ફાળવણી થશે.
મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સરકારી જમીનજ પર કરોડો રૂપીયાના ઘાસનું કૌભાંડ થતું હતું. પરંતુ ટોચ મર્યાદા ખરડા બાદ હવે ગુજરાતની ખેતી આધારીત સરકારી જમીન પર સરકારની બાઝ નજર રહેશે.