અંતે તો જનતા જર્નાદન પણ ‘વિકાસ’ને જ ઓળખે છે
વિકાસનો પર્યાય શું ? વ્યક્તિ કે, વ્યક્તિ વિશેષ ? અંતે તો દરેક રાજકીય પક્ષની દોટ વિકાસ તરફ જ છે. કોંગ્રેસ ‘વિકાસ ગાંડો થયો છે’ તેવો પ્રચાર કરે છે. બીજી તરફ ભાજપ કહે છે કે, ‘વિકાસ કદી ગાંડો હોય જ શકે નહીં’ કેમ કે, તે કોઈ વ્યક્તિ કે વ્યક્તિ વિશેષ છે જ નહીં.
કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલનની લહેર પર સવાર થઈ ને વિધાનસભા ચૂંટણીની વેંતરણી પાર કરવાનો પ્લાન બુમરેંગ સાબીત થાય તેવી શકયતા વધી રહી છે. વિકાસ ગાંડો થયો છે તેવું સૂત્ર વાયરલ કરીને કોંગ્રેસ ફાયદો કરી શકે છે કે કેમ તે આગામી ચૂંટરી પરિણામ જ બતાવશે. બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ કહે છે કે, મારે કોઈ પક્ષની ટિકિટ જોતી નથી. કોંગ્રેસે છેલ્લે કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં હાર્દિકને વિશ્ર્વાસમાં લીધા વિના પાસના આગેવાનોને બારોબાર ટિકિટ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ કોંગ્રેસને સુરતની કામરેજ, વરાછા અને બોટાદના ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. આથી જ હાર્દિક પટેલ કહે છે કે, કોંગ્રેસ અને ભાજપ બેય સરખા છે. જો કે આ બેઠકો પર પાસના ઉમેદવારને બદલે મુળ કોંગ્રેસી હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.
અત્યારે ગુજરાતમાં જે રીતે રાજકીય સમીકરણ રચાઈ રહ્યાં છે તેના પરથી એવું લાગે છે કે, અંતે તો તમામ રાજકીય પક્ષોની દોટ વિકાસ તરફ જ છે. કેમ કે, ચૂંટણી વખતે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કે એકબીજાની નબળાઈને છતી કરવી તે સામાન્ય બાબત છે. પરંતુ જનતા જર્નાદન તો વિકાસને જ ઓળખે છે. પરંતુ જે રીતે વિકાસની વ્યાખ્યા કરવામાં આવે છે. તેના પરથી સવાલ ઉભો થાય છે કે, વિકાસ વ્યક્તિ છે કે, વ્યક્તિ વિશેષ છે અને વિકાસનો પર્યાય શું ?