સમલૈંગિક સબંધોને ઘણા લોકો માન્ય રાખે છે અને ઘણા આ બાબતે પોતાનો વિરોધ પણ કરે છે. પરંતુ લોકો શું માને છે તેના પરથી સમલૈંગિક સબંધ રાખનાર લોકોને કોઈ જ ફર્ક પડતો નથી. પુણેમાં પણ એવી એક ઘટના બની છે જ્યાં નશા મુક્તિ કેન્દ્રમાં બે છોકરીઓ એકબીજાને કિસ કરી રહી હતી. ત્યારે કેન્દ્રની કેર ટેકરે તે બંનેને ટોકયા. એટલામાં જ આ બને યુવતીઓને ગુસ્સો આવ્યો અને બંનેએ આ આધેડ મહિલા સાથે મારપીટ કરી હતી. આ વૃધ્ધા 64 વર્ષની છે. આ મારપીટમાં વૃધ્ધાના દાંત પણ તૂટી ગયા.
વૃદ્ધાએ યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પુણેના સિંઘ રસ્તા રોડ પોલીસ ચાર છોકરીઓ વિરુદ્ધ વૃધ્ધાએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ચાર મહિના પહેલા ઘટી હતી. તેણીએ પહેલા પોતાના દાંત સરખા કરાવ્યા પછી જઈને ફરિયાદ દાખલ કરો કરાવી.
કિસ કરવાની ના પાડી તો બધાએ મળીને વૃદ્ધાને મારી
પોલીસે આપેલી માહિતી મુજબ આ આધેડ મહિલા પુનાના સિંઘગઢ રોડ પર નશામુક્તિ કેન્દ્રમાં કેર ટેકર તરીકે કામ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ, બે યુવતીઓ કેન્દ્રમાં એકબીજાને કિસ કરી રહી હતી. તે દરમિયાન કેર ટેકર ત્યાં પહોંચી ગઈ. કેરટેકરે બંને છોકરીઓને ચુંબન કરતા રોકી હતી. કેરટેકરે તે છોકરીઓ વિશે કેન્દ્રના સંચાલકોને પણ ફરિયાદ કરી હતી.
કેર ટેકરના આ કૃત્યથી તે બંને ચિડાઈ ગઈ અને ત્યારબાદ આ બંને યુવતીઓએ અન્ય યુવતીઓને બોલાવી વૃદ્ધાને ખૂબ મારી. તે વૃદ્ધાને તે રીતે મારી કે તેના દાંત પણ તૂટી ગયા હતા. ફરિયાદી સારવાર માટે મુંબઈ ગઈ અને સારવાર બાદ તે પુણે આવી હતી અને ત્યારબાદ તેણે બધા જ ફરિયાદ નોંધાવી હતી.