બોટાદ ખાતે બોટાદ જિલ્લા હોમિયોપેીક મેડિકલ એસોસિયેશન યજમાન પદે બેઠક મળી જેમાં કાઉન્સીલ પ્રમુખ હરેશભાઈ પટેલ, ડિરેકટર ડો.હિતેષ હડિયા, ડો.ચાવડા, ડો.દેવાંગભાઈ, ડો.કે.કે. બોટાદના તમામ ડોકટરો તેમજ નીચેના મુજબના એસોસીએશનના પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસીડેન્ટ હાજર રહ્યાં હતા.
ગાંધીનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, રાજુલા, મહુવા, ગારીધાર, તળાજા, કચ્છ, રાપર, જૂનાગઢ મળીને ૩૦૦ જેટલા ડોકટર આગેવાનો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે કેક કાપી ડોકટર ડેની ઉજવણી કરી કાઉન્સીલના પ્રમુખ અને ડિરેકટરનું સન્માન કરી ગુજરાતમાં મોર્ડન ફરમેકોલોજીનો બ્રિજ કોર્સ બાબતે ગહન વિચારણા કરી, દરેક તાલુકાથી જિલ્લા સુધી જોરદાર સંગઠન બનાવી ધારદાર સરકારમાં રજૂઆત કરવા રોડ મેપ બનાવ્યો, ગુજરાતના કોઈ પણ હોમયો…
તબીબને હર હમેશ હોમોયોપેીક મેડિકલ કાઉન્સીલ મદદે રહેશે એવું જણાવ્યું. ગુજરાતના ૨૪૦૦ ડો. અને ૯૦૦૦થી વધુ મેડિકલ સ્ટુડન્ટ બ્રિજ કોર્સ લાવવા કામે લાગી જવા ડો.હિતેષ હડિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું.