- સરબજિતના હત્યારાનું ઢીમ ઢાળી દેવા મામલે પાકિસ્તાનના મંત્રીએ ભારત સામે આંગળી ચીંધી
સરબજિતના હત્યારાની પાકિસ્તાનમાં હત્યા થઈ છે. ત્યારે પાકિસ્તાને એવા આક્ષેપ કર્યા છે ભારત પાકિસ્તાનમાં એજન્ટને ઘુસાડી આવી હત્યાને અંજામ આપી રહ્યું છે. જો કે અગાઉ પણ પાકિસ્તાનમાં આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અનેક લોકોને ઠાર કરવામાં ભારત ઉપર આંગળી ચીંધાઈ હતી.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ સોમવારે આમિર સરફરાઝ ઉર્ફે તમ્બાની હત્યામાં ભારતનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તાંબાની હત્યામાં ભારત સામેલ હશે તે વાતને નકારી શકાય નહીં. તેમણે દાવો કર્યો હતો કે, “ભૂતકાળમાં અહીં કેટલીક હત્યાની ઘટનાઓમાં ભારત સીધું સામેલ હતું.”
પાકિસ્તાની મંત્રીએ કહ્યું, “પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આ તબક્કે ભારતની સંડોવણી વિશે કહેવું વહેલું છે.” જો કે તેણે તાંબા હત્યામાં ભારતની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે. અગાઉની હત્યાઓનાં ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે આમાં પણ આવી જ પેટર્ન છે.
રવિવારે બપોરે, જૂના લાહોરના ગીચ વસ્તીવાળા વિસ્તાર સનંત નગરમાં તેના નિવાસસ્થાને બે બંદૂકધારીઓએ તાંબાને ગોળી મારી દીધી હતી. તાંબાના લોહીથી લથપથ શરીરની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તાંબાના નાના ભાઈ જુનૈદ સરફરાઝની ફરિયાદ પર પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
એફઆઈઆર અનુસાર, જુનૈદ સરફરાઝ કહ્યું કે તે અને તેનો મોટો ભાઈ આમિર સરફરાઝ તાંબા, જે લગભગ 40 વર્ષનો હતો, ઘટના સમયે સનંત નગરમાં તેમના ઘરે હાજર હતા. 2013માં લાહોરની કોટ લખપત જેલમાં 49 વર્ષીય સરબજીત સિંઘ પર તાંબા અને તેના સહયોગી મુદસ્સર – બે પાકિસ્તાની કેદીઓ -એ 2013માં તેની હત્યા કરી હતી.
પાકિસ્તાનના લાહોરમાં તાંબાના મોત બાદ તેના સહયોગીઓ અને લશ્કરના આતંકવાદીઓમાં ભયનો માહોલ છે. કહેવાય છે કે બે હુમલાખોરો બાઇક પર સવાર તાંબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓએ તેના ઘરની ઘંટડી વગાડી. તાંબાએ પોતે જ દરવાજો ખોલ્યો હતો અને તેણે દરવાજો ખોલતા જ હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. તેને ત્રણ ગોળી વાગી હતી અને નજીકના લોકોનું કહેવું છે કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.