જામનગર, ગોંડલ, પડધરી, ટંકારા અને મોરબી સહિતના ૩૦ રૂટ રદ્દ કરાયા

રાજકોટમાં શુક્રવારે શ‚ થયેલો વરસાદ ક્ષણિક વિરામ બાદ અવિરત વરસવાનું ચાલુ છે. જે અંતર્ગત રાજકોટ એસ.ટી. ડિવિઝનના ૩૦ જેટલા ‚ટ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી, ગોંડલ, પડધરી, ટંકારા, ચોટીલા અને જામનગર સહિતના ‚ટો રદ્દ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં મધરાતે મેઘો મહેરબાન થયો હતો અને સવાર સુધીમાં ૧૪ ઈંચ જેટલો વરસાદ પડયો છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૧૬ ઈંચ વરસાદ ખાબકયો હોવાના અંદાજ છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં શુક્રવાર બપોરથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈને શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પાણીથી તરબતોળ થયા છે. અને ઠેર ઠેર પાણી ભરાયા છે. જે પગલે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ૩૦ ‚ટ રદ કરવામાં આવ્યા છે. કોઈ જાનહાની ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી, જામનગર, ગોંડલ, ચોટીલા સહિત અનેક શહેરોમાં પાણી ભરાયા છે. શહેરોમાં પાણી ભરાયા છે. મુસાફરોને કોઈ મુશ્કેલીવ ન પડે અને સગવડ મળી રહે તે માટે ઘણા ખરા ‚ટો ચાલુ રાખવામાં આવ્યા છે. તેમ રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.