ઉંમર ૨૯ હોય કે ૮૯ મને કોઈ ફેર લાગતો નથી: બર્ની

૮૯ વર્ષનાં ફોર્મ્યુલા વન વિજેતા બર્ની એસેલસ્ટોન ફરી વખત બાપ બનવા જઈ રહ્યો છે. તેનાથી અડધી ઉંમરની તેની પત્ની ફેબીના ફલોસી જુલાઈ માસમાં તેના પુત્રને જન્મ આપશે તેમ ડેઈલી મેઈલે જણાવ્યું હતુ ૧૯૭૮ થી ૨૦૧૭ સુધીમાં સાઈરતો તરીકે રહેલા બર્ની એસેલસ્ટોને ફોર્મ્યુલા વનમાં ક્રાંતીકારી પરિવર્તન લાવ્યું હતુ બર્નીને આ અગાઉના બે લગ્નથી ત્રણ પુત્રીઓ છે.

બ્રાઝીલમાં રહેતા આ યુગલે અખબારને જણાવ્યું હતુ કે તેમાં કંઈ અસામાન્ય નથી.

બર્ની કહે છેકે મારી પાસે થોડા સમય કંઈ કામ નહતુ અને હું નવરોતો મને ૨ કે ૮૯ વર્ષની વયમાં કોઈ ફેર જણાતો નથી. મારી તાજગીનું આ રહસ્ય મારી ૪૪ વષૅની માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે કામ કરતી મારી પત્ની ફેબીયાના છે.

મારી પત્ની છેલ્લા કેટલાક વર્ષોથી મારા પછી કોણ? તેવું વિચારતી હતી ચિંતા કરતી હતી પણ હવે અમે બંને મોજમાં છીએ.

અમારા પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચારથી મારી પુત્રીઓ પણ ખુશ છે. ઉમર વધવા સાથે વાલી તરીકેની આવડત વધી રહી છે.

કોરોના વાયરસના કહેર અંગે બર્ની કહે છે કે ન કરે નારાયણને કોરોનાનો ચેપ લાગે તો? ચેપ તો લાગે તો તમારે લડવું જ પડે આપણે બીજુ કરી પણ શું શકીએ.

ફલુ દર વર્ષે આવે છે. અને તેમાંથી પાર ઉતરીએ છીએ પણ આ વખતે કોરોનાના સંક્રમણથી બચી શકાશું કે નહી તેની મને ખબર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.