ધારાગઢમાં ચુપચાપ દાખલ થવું તે અસંભવ તો નહિ પણ આક‚ તો હતું જ
તે સમયે ચોરીઓ, ઘરફોડ ચોરીઅો તથા ધોરી માર્ગો ઉપર લૂંટ અને ધાડપાડુઓની અમુક ચોકકસ ટોળકીઓ (ઓર્ગેનાઈઝ ક્રીમીનલ ગેંગ) કુખ્યાત હતી. જેમાં ખાસ કરીને છારા ગેંગ અમદાવાદની, ડફેર ગેંગો, મહેસાણા, વંથલી (જૂનાગઢ), ખોડુ (સુરેન્દ્રનગર) બાજરડા (ધંધુકા) તથા કમઢીયા (ગોંડલ) વાઘરી ગેંગો-સાતનારી સહિતની શીંહોર પાલીતાણા, પાટણ, સોજીત્રા (ખેડા), જસદણ તથા બાબરાની તથા સંધી ગેંગો ધારાગઢ-વેરાવળ (જામનગર જીલ્લા)ની કુખ્યાત અને ખતરનાક ગેંગો હતી. તે તમામમાં આયોજન પૂર્વક સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રનાં અંતરીયાળ અને અજાણ્યા ગામોમાં પણ ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ કરવામાં પકડાયતો બીજા આરોપીઓના નામ તે મરી જાય તો પણ નહિ આપવાના, મુદામાલતો નહિ જ આપવામાં ધારાગઢ વેરાવળ ગેંગનો પ્રથમ નંબર આવતો.
તે વખતે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાદર કાંઠો રાજકોટ જીલ્લાનાં ધોરાજી ઉપલેટા જેતપૂર તાલુકાઓમાં ઘરફોડ ચોરીઓનો ત્રાસ અનહદ વધી ગયેલો કોઈ ગરીબની ક્ધયાનો કરીયાવર કે કોઈ પરણીતાનું આણુ કે કોઈ વૃધ્ધની ‘મરણ મૂડી’ની ચોરી થતી ત્યારે આમ જનતામાં હાહાકાર થઈ જતો તેથી પોલીસ ઉપરક ‘માછલા ધોવાતા’ આરોપીઓ કોઈ સગડ કે પુરાવા પણ પાછળ મૂકતા જતા નહિ. પરંતુ ધોરાજીનાં ફોજદાર રાણાએ ગુન્હાની પધ્ધતિ જોઈ તેના ઉપરથી નિર્ણય કર્યો કે આ ગુન્હા ધારાગઢના સંધી ઓ જ કરે છે.
આ ધારાગઢ અને વેરાવળ ગામો જામનગર જીલ્લાનાં ભાણવડ અને જામજોધપુર તાલુકાની સરહદ ઉપર આવેલ છે. આ ગામોમાં સંધી સિવાય કોઈની વસ્તી નથી આથી રાણાએ રાજકોટના પોલીસ વડાની મંજૂરી લઈ ફોજદાર જયદેવ તથા જ‚રી પોલીસ સહિત ધારાગઢ ખાતે ઓપરેશન કરવાનું નકકી કર્યું ફોજદાર રાણા આ ધારાગઢીયા ગુનેગારોની તમામ માહિતી રીતભાત તથા રીતરસમની ખબર હતી.
જયદેવ ધોરાજી પહોચ્યો ત્યાં રાણાઅેઅગાઉથી જ ઓપરેશનની તૈયારી કરી દીધેલી પસંદ કરેલા પોલીસ જવાનો તૈયાર હતા. સાંજે જયદેવ તથા રાણા સાથે જમ્યા જમતા જમતા રાણાએ ધારાગઢના સંધી ગુનેગારો અંગે વાત કરી કે ‘આ લોકો માટે ઘરફોડ ચોરીઓ કરવી અને જો પકડાઈ જાયતો તે પ્રતિષ્ઠા અને ગૌરવની વાત ગણાય છે. પરંતુ હાથો હાથ તો લગભગ પકડાતા જ નથી આ સંધીના કુંવારા છોકરાને છોકરી તે છોકરો મોટી ચોરીઓ કરે અને એકાદ વખત પોલીસની મહેમાન ગતી માણે પછી જ પસંદ કરે છે. ત્યાં સુધી કોઈ છોકરી તેને આપે જ નહિ.આમ આ ચોરીઓનો ધંધો તેમના માટે પેઢી દર પેઢીનો વારસા ગત અને પ્રતિષ્ઠાનો હતો.
આ લોકો ચોરી કરવા ઘેરથી નીકળે ત્યારે શુકન અપશુકન પણ જુએ છે ચોરી કરવા નીકળે ત્યારે ત્રણ કે વધારે સંખ્યામાંજ નીકળે આ સંધી લોકો બસમાં જીપમાં કે મોટર સાયકલમાં સૌરાષ્ટ્રમાં ગમે તે ગામ કે શહેરમાં પહોચી જાય અને પોતાનું કામ પાર પાડે છે. જો એકાદ વ્યકિત પકડા, જાય તો પકડાયેલા વ્યકિતને પોલીસ ગમે તેટલો મારે અરે મરી જાય પણ બીજા જોડીદારના નામ આપે નહિ અને મુદામાલ (સોના-ચાંદી) અંગે પણ અને કોને વેચ્યો તે અંગે પણ એક શબ્દ બોલે નહિ જયારે તેના સંબંધીઓ પકડાઈ ગયેલ વ્યકિતની બે ત્રણ મહિના પછી તપાસ કરે છે. કે કઈ જેલમાં છે તે પ્રમાણે છોડાવવા માટે જામીનની તજવીજ કરે છે.જેથી બીજા પકડાઈ જાય નહિ ચોરીના સોના ચાંદીના દાગીના બેભાગમાં વેચાય છે. પ્રથમ ૮૦% થી ૮૫% જેટલો મુદામાલ એક સોની ને અને ૧૫% થી ૨૦% જેટલો બીજા કોઈ સોનીને વેચે છે. કયારેક બે કરતા વધારે વ્યકિત પકડાઈ ગયા હોય અને પોલીસ અધિકારી ખુબ કડક અને આકરો હોય તો માર હળવો કરવા દિવસો રીમાન્ડના પસાર કરવા પોલીસને અવળે પાટે ચઢાવવા માટે ૧૫%મુદામાલ વેચ્યો હોય તે સોનીને બતાવે એટલે તે મયોર. પરંતુ ૮૦થી ૮૫% મુદામાલ વેચ્યો હોય તેને કયારેય બતાવે નહિ નામ પણ અાપે નહિ કેમકે ફરી વખત ધંધો કરવાનો હોયને? આવાસોની અને સંધી બંને અરસપરસ સોનાના ઈંડા મૂકતી મુર્ગીઓ હતી તેથી તેને તો મરાય જ નહિને? તેમ તેનું નામ તો કયારેય ખૂલે જ નહિ આ દસ વિસ ટકા વાળા સોની નવા નિશાળીયા જ હોય છે. અને તેને પકડાવા ‘આડા દેવા’ માટે જ તેને સોનું વેચ્યું હોય છે.
જે ટોળકી કામ ઉતારવા (ચોરી કરવા) નીકળી હોય તે પૈકી કોઈનું જો ઝપાઝપી કે મુઠભેડ કે અથડામણમાં મરણ થાય તો ટોળકીનો જીવીત સભ્ય ધારાગઢ આવી રાત્રીનાં સમયે મરણ જનારના ઘર ઉપર આંકડો કે લીમડાની ડાળી તોડીને છાપરા કે નળીયા ઉપર નાખે છે. સામાન્ય રીતે જે ચોરીઓ કરવા (તેમની ભાષામાં કામ ઉતારવા) ગયા હોયતે ટોળી પૈકી જે પાછો ન આવ્યો હોય તેના ઘરના સવારના ઉઠીને ઘરનાં નળીયા કે છાપરા ઉપર જુએ છે કે લીમડા કે આંકડાની ડાળી પડી છે કે કેમ? જો ડાળી પડેલ હોયતો તેની બીજી તપાસ કર્યા સિવાય તેની મરણોતર વિધિ કરી નાખે છે. અને પકડાયો હોયતો તે છોડાવવાની વિધિ બે ત્રણ મહિના પછી જ થાય.
તે સમયે એવું કહેવાતું કે ધારાગઢના સંધી ઓ ચોરીઓ ગમે તેવી કરતા પરંતુ કોઈ સ્ત્રિ કે ક્ધયા ઉપર હાથ કયારે નાખતા નહિ અને ચોરી કરતી વખતે ઘરના સભ્યો જો જાગી ગયા હોય તો ઈજા પણ કરતા નહિ એટલે કે લૂંટ ધાડ થતી નહિ પરંતુ તે પછીના છોકરાઓ ઈજા કરી લૂંટ કરવા લાગ્યા તે પાછળની વાત છે.
આ ધારાગઢ અને વેરાવળ બંને ગામો ટેકરીઓ પર્વતોની વચ્ચે આવેલ છે. રસ્તાઓ ગામની સામેની દિશામાંથી ટેકરીઓની વચ્ચેથી આવે છે. ધારાગઢમાં તો ગામ વચ્ચે કિલ્લાના ખૂણે કોઠો હોય તેવો કોઠો આવેલો છે. જે કોઠા ઉપર એક વ્યકિત તો ચોવીસેય કલાક હાજર હોય છે. માનો કે નોકરી જ હોય છે તેનું કામ કોઠા ઉપર બેસીને ટેકરી વચ્ચેથી ગામ તરફ આવતા રસ્તા ઉપર કોઈ વાહન આવે તો ગામને જાણ કરી સાવચેત કરીદેવાનું ચેતવણી માટે તેના શબ્દો હોય છે,‘અચિંવિયોઅચિંવીયો’ (આવ્યા આવ્યા) જો પોલીસ અધિકારીઓ હોય તો જેટલી સંખ્યામાં હોય તેટલા ‘ડાઘીયા ત્રણ કે બે’ પોલીસ કોન્સ્ટેબલ જમાદાર માટે ‘કુરકુરીયા-પાંચ કે દસ’ એ રીતે મોટેથી બોલતા હતા. અને વિચિત્ર કીકીયરીઓ પાડતા તમામ ભાગવા લાગતા ગામમાં વૃધ્ધો, બાળકો અને સ્ત્રીઓ સિવાયની તમામ વ્યકિત ‘સો કામ પડતા મૂકી’ ગામ બહારથી આવતા રસ્તાની વિ‚ધ્ધ દિશાએ આવેલ ટેકરીઓ ઉપર ભાગીને ચડી જાય છે. અને ટેકરીઓ ઉપર ઉભા ઉભા શું તમાશો થાય છે તે જુએ છે પોલીસને કોઈ ગુનેગાર હાથ આવતા નથી.
પરંતુ હાજર વૃધ્ધો અને સ્ત્રીઓ પણબનેલી હોય છે. જો ઓછી સંખ્યામાં પોલીસ અને નબળા મનના અધિકારીને તેઓ ઓળખી જાય છે,. એટલે વિચિત્ર અવાજો કરતા ભાગેલા લોકો પાછા આવે છે. અને પોલીસ જો પાછી ન જાય તો હુમલો પણ કરે છે.
જો વધુ પોલીસ દળ અને કડક પોલીસ અધિકારીઓએ એક બે જણાનો જો ઉપાડી જ લીધા હોયતોપછી ઢીલા થઈ આજુબાજુનાં ગામોનાં સધ્ધર આગેવાનો વચ્ચે રાખી કઈ ચોરી કેટલો સોના ચાંદીનો મુદામાલ તે પ્રમાણે નકી કરી એવી શરતો થાય કે પૂરો મુદામાલ જોઈતો હોય તો કોઈ આરોપી નહિ અને તમામ આરોપીઓ જોઈતા હોયતોકોઈ મુદામાલ નહિ. પરંતુ જો પોલીસ અધિકારી અધરી આઈટમ અને જીદી હોય તો થોડી ઘણી છૂટછાટ કરે છે. પરંતુ મારવા બાબતે છૂટ જ હોય છે. તેની ના જ નહિ જેનું તેઓ ગૌરવ સમજતા હતા.
રાત્રે વાળુ પાણી કરી રાણા અને જયદેવ બારેક વાગ્યે અલગ અલગ જીપોમાં પાંચ પાંચ માણસો સાથે ધારાગઢ તરફ પ્રયાણ કર્યું. ઉપલેટા થઈ સીધા ભાણવડના રસ્તે આવી ધારાગઢથી ચાર પાંચ કિલો મીટર દૂર રહ્યાં એટલે જીપો ઉભી રાખી. રાણાનું આયોજન એવું હતુ કે બંધ લાઈટોએ જીપોને ગામ એકાદ કિલોમીટર દૂર હોય ત્યાં સુધી લઈ જવી અને વહેલી સવારે પાંચેક વાગ્યે ધારાગઢમાં ખાબકવું એટલે બે ચાર ગુનેગારો તો હાથમાં આવી જ જશે. હજુ ચાર વાગ્યા નહોતા તેથી તમા થોડીવાર બેઠા પરંતુ રાણાએ સુચના કરીકે કોઈએ બીડી બાકસ જલાવવા નહિ જોજલાવશે તો કોઠાઉપરનો ગુનેગાર સંત્રી ચેતી જાય કે કાંઈક જોખમ છે. એટલે ચેતવણી આપીદે તો ઓપરેશનનું આયોજન નિષ્ફળ જાય.
વહેલી સવારે ચાર વાગ્યે રાણા તથા જયદેવે તમામ જવાનોને જ‚રી સુચના કરી હથીયારો સાથે સુસજજ થઈ ધારાગઢ તરફ ચાલવાનું શ‚ કર્યું જીપો બંધ લાઈટેપાછળ પાછળ છાલે તે રીતે ગામથી એકાદ કિલોમીટર દૂર સુધી જીપો સાથે ચાલીને આવ્યા બાદ જીપોના ડ્રાઈવરોને સુચના કરી કે પંદર વિસ મીનીટ પછી જીપો સાથે ગામમાં કોઠા પાસે આવી જવું અને તે રીતે તમામ અંધારામાં પગલાનો જરા પણ અવાજ ન આવે તે રીતે ‘ચિત્તા ચાલે’ આગળ વધ્યા. પોલીસની યોજના મુજબ કોઠા ઉપરનો ગુનેગાર સંત્રી પોલીસ ગામ સુધી પહોચી ગઈ તે જાણી શકયો નહિ. પરંતુ પોલીસ ધારાગઢ ગામમાં અંદર પ્રવેશી તે સંત્રીને ખ્યાલ આવતા જ ચિચિયારી પાડી ‘ડાઘીયા કુરકુરીયા અચિંવીયો અચિંવીયો’; અને નાનકડા ગામમાં દોડધામ ભાગાભાગી ચાલુ થઈ પરંતુ પોલીસ પહેલાથી જ ગામમાં દાખલ થઈ ગયેલ હોય આ નાસભાગમાં બે શકદાર કમ વોન્ટેડ સંધી પકડાઈ ગયા. સંધીઓના ઘરમાં આગળ દરવાજા હોય તેમ ઘરની પાછળ પણ દરવાજો કે બારી રાખે છે. જે તેના માટે સંકટ સમયે નીકળવા ભાગવાનું સરળ રહે છે.
ગામાં હવે વૃધ્ધો, સ્ત્રીઓ અને બાળકો જ બાકી રહ્યા તે પૈકી એક વૃધ્ધ સંધી જે તેનો આગેવાન કે જમાદાર હતો તે ફોજદાર રાણાને મળી હાથ જોડી બોલ્યો: ‘સાહેબ મહેરબાની રાખજો બચ્ચા નાના છે’. રાણાને મળેલ બાતમી મુજબના ઘરોની ઝડતી તપાસ શ‚ કરી પરંતુ કોઈ મુદામાલ કબ્જે કરવા લાયક મળ્યો નહિ. જેમ જેમ સવાર થતી ગઈ અને સવારના છ વાગ્યા અને જોયું તો ધારાગઢ અકે નાના ટેકરા ઉપર વસેલું હતુ ફરતે સુંદર પ્રાકૃતિક દ્રશ્યો વિશાળ મેદાનોમાં લીલાછમ વૃક્ષો મેદાનોની ફરતે ટેકરીઓ વૃક્ષોના ઝુંડમાં સુંદર પક્ષીઓ નો કીલકીલાટ સંગીતમય લાગતો હતો. જયદેવ ને રાણાથી જાણવા મળ્યું કે ખેતી માટે ફળદ્રુપ જમીન છે. પરંતુ આ લોકોનાં ‘હાડકા હરામના’ થઈ ગયા છે. કાંઈ કામ કરવું નથી ચોરીઓ જ કરવી, જાત મહેનત કરવી નથી. તેઓ બળદ ઢોરના ઈંતડા જેવા પરોપજીવી છે. બીજાનું લોહી તૈયાર જ ચુસે છે.
જયદેવે ભવિષ્યે રાત્રીનાં સમયે જો ઓપરેશન કરવું હોય તો સરળ રહે તેમાટે તૈયારી ‚પે ઉભા ઉભા જ નિરીક્ષણ કરી મનમાં નકશો તૈયાર કર્યો ટેકરીઓ તરફથી આવતો રસ્તો ગામના પાદરમાંની નદી, નદીમાંથી ગામમાં પ્રવેશવાના કેડા (પગદંડી) તેમજ ગામની પાછળ તેઓના નાસવા ભાગવાના રસ્તા. કોઠો ગામ વચ્ચેના રસ્તા રાયટરને પણ કાગળ ઉપર કાચો નકશો બનાવવા સુચના કરી દીધી.
ધારાગઢનું ઓપરેશન સફળ રહ્યું બે શકદારોને લઈ ધોરાજી આવ્યા આરોપીઓની પૂછપરછમાં સૌરાષ્ટ્રની મોટી મોટી ઘરફોડી ચોરીઓનો ભેદ ખૂલ્યો પરંતુ બાકી આરોપીઓ પકડવા તથા મુદામાલ કબ્જે કરવો તે કપરી કામગીરી હતી.
રાણાએ સમગ્ર હકિકત જીલ્લા પોલીસ વડાને જણાવી ત્યારબાદ સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વાહનો સાથેના એક જબ્બર દસ્ત ઓપરેશનની તૈયારી કરી રાજકોટ જીલ્લાનાં પોલીસ વડાએ ખુદ આખી રાત્રી જાગીને તેની આગેવાની લઈ ધારાગઢનું વહેલી સવારે ઓપરેશન કર્યું આ ઓપરેશન બાદ રાજકોટ જીલ્લાની ઘરફોડ ચોરીઓ બંધ થઈ ગઈ પરંતુ જીલ્લાનાં અમુક આરોપીઓ પકડવાના બાકી હોય જુદા જુદા અધિકારીઓની આગેવાની નીચે સમયાંતરે ઓપરેશન ધારાગઢ થતા રહ્યા.
ધારાગઢ ઓપરેશન દરમ્યાન પુરતુ સંખ્યાબળ રાખવું પડતુ પરંતુ નેતૃત્વ પણ સક્ષમ અધિકારીનું રાખવું પડતુ કેમકે આ લોકો પોલીસનું બરાબર નિરીક્ષણ કરતા હોય છે. જો સંખ્યાબળ પુરતુ હોય અને અધિકારી નબળા મનના હોય તો પણ પોલીસને પીછે હઠ કરાવી ભગાડતા જસદણ સીપીઆઈ ઠાકુરના નેતૃત્વમાં પાછળથી ધારાગઢમાં ઓપરેશન થયેલુ સંખ્યાબળ પુરતુ હતુ પરંતુ ઠાકુરે હાજર સંધીઓ જોડે વિનમ્રતા અને હાજી નાજીથી વાત કરતા આ મુળ તો ગુનેગારો જરૂ તુરત જાણી ગયા સરદારમાં જ પાણી નથી એટલે વૃધ્ધો અને મહિલાઓએ જ હુમલો કરી પોલીસને પીછેહઠ કરાવેલી પરંતુ સાથેના અધિકારીએ તથા પોલીસોએ ફાયરીંગ કરી ખાલી હાથે સહીસલામત ભાણવડ પોલીસ સ્ટેશને આવી રાયોટીંગ હુમલો ફરજમાં રૂકાવટ વિ.ની ફરિયાદ આપેલી.
વિનમ્રતા અને સારી ભાષા વ્યવહારમાં સજજનો વેપારીઓ મહિલાઓ બાળકો સાથે સારી છે. પરંતુ સમય, સંજોગો, જગ્યા અને કાર્યનો વિચાર કરી ને તેનો ઉપયોગ કરવો પડે. સમતા સમદ્રષ્ટિનો અર્થ એવો છે કે મનમાં વ્યકિતગત દ્વેષ ન રાખવો. પરંતુ વ્યવહારમાં તો જેમ પુત્ર સાથે અને નોકર સાથે બંને પોતાના અને પ્રેમને લાયક હોવા છતા કામની દ્રષ્ટીએ વ્યવહાર ભેદ થાય જ તેમ ગુનેગારો અને તેમાં પણ ધારાગઢના જેવા બનેલા ગુનેગારો સામે તો ‘શઠં પ્રતિ શાઠયમ્’ જ થવું પડે. યુધ્ધમાં વિજય ભાઈસાઈબીથી ન થાય!
ત્યારબાદ વારંવાર ધારાગઢ વેરાવળ ઉપર જુદા જુદા જીલ્લાઓની પોલીસ આવવા લાગતા અને વારંવાર ડખા, હુમલા, રાયોટીંગ થતા જામનગર ભાણવડ જામજોધપુરના કોઈ બુધ્ધીજીવી પોલીસ અધિકારીએ આ ધારાગઢના સંધીઓની ચોરીઓનો કાયમી ત્રાસ દૂર કરવાના આયોજનના ભાગ રૂપે ધારાગઢીયાઓને કેમીકલના ધંધે (ઈથાઈલ આલ્કોહોલ યાને દેશી દારૂ) લગાડી દીધા બાકીના ખેતીમાં લાગી જતા ધીરેધીરે આ પરોપજીવીઓ સ્વાવલંબી થતા ગયા.