“અનુભવીના મત મુજબ પોલીસ ધારે તો (ધારે તો જ!) ગુન્હેગારો પાંદડુ પણ હલાવી શકે નહીં તેવી કાયદાકિય સત્તાઓ અને સુવિધાઓ પોલીસ પાસે છે !
તે સમયે પોરબંદર જીલ્લાનો હર્ષદી માધવપુર વાયા પોરબંદર ૧૦૦ કિલોમીટરનો દરિયાકાંઠો દાણચોરી માટે સ્વર્ગ સમાન હતો. ભૌગોલીક રીતે ચોખ્ખા પાણીનો અને કાંઠા સુધી ઉંડો અને કાદવ વગરનો અરબી સમુદ્રનો કાંઠો હતો. જેમાં પણ ખાસ કરીને હર્ષદ-મીંયાણી, ખીમેશ્ર્વર, કુછડી, ગોસાબારા અને માધવપુરનો કાંઠો કોસ્ટલ હાઇવેની તદ્ન નજીક હતો તેથી વાહન વ્યવહાર અને હેરાફેરી માટે સંપૂર્ણ સુવિધા જનક હતો, અને સનિક ગેંગો દ્વારા માછીમારોનો ધરાર મજબૂરી કે દાદાગીરીથી સાથ સહકાર મેળવાતો. જેથી અમુક ખાસ પ્રસંગો કે તહેવારો કે કોઇ અગત્યના બંદોબસ્તમાં પોલીસદળ રોકાયુ ત્યારે તે મોકો જોઇને ગોઠવીને દાણચોરો કરોડો રુપિયાના ઇલેક્ટ્રોનિક સામાન કાપડ તેમજ પીળી અને સફેદ ધાતુ (સોનું-ચાંદી)નું લેન્ડીગ કરી નાખતા. મુંબઇ બ્લાસ્ટ ૧૯૯૨ પછી એવુ જાણવા મળેલુ કે આ દાણચોરીના સામાન સાથે જ દેશદ્રોહીઓ એકે-૪૭ અને એક-૫૬ જેવા ઘાતક શસ્ત્રો અને આરડીએક્સ જેવા સામૂહીક ભાંગફોડના એકસ્પ્લોજીવ (વિસ્ફોટકો) પણ વધારામાં વચેટીયા દાણચોરો (વહાણવાળા તા લેન્ડીંગ એજન્ટો)ને ખબર ન પડે તે રીતે અમૂક ખાસ બોક્સમાં સીલબંધ રાખી ઘુસાડતા.
આ હકીકત સને ૧૯૯૨માં મુંબઇ બ્લાસ્ટમાં વપરાયેલુ આર.ડી.એક્સ પોરબંદરમાં ગોસાબારાના લેન્ડીંગમાં દાણચોરીની જણસો સાથે જ ચોરી છૂપીથીભારતમાં ઘૂંસાડેલુ તે તપાસમાં બહાર આવેલું. પરંતુ તે પછી આ બાબત જાહેર થઇ જતા દાણચોરોના લોકલ મદદનીશો આ દાણચોરીની દેશદ્રોહી પ્રવૃતિથી દૂર થયા કે તંત્રના ભયથી બંધ થયા હોય કે દેશદાઝ અને પોતાના દેશવાસી-જાતિભાઇઓ જ મરણપામતા હોય તે જાણીને બંધ થયા હોય પણ પછી આવી દાણચોરી બંધ થઇ ગયેલ જણાય છે.
બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હર્ષદ મીંયાણીથી ભાવપરા, ટુકડા, વિસાવાડા, રાતડી, અને કુછડી ગામનો પાંત્રીસ કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો હતો. તેમાં દાણચોરોને કુછડી સીમ ખીમેશ્ર્વર મહાદેવ મંદિર પાસેનો વિસ્તાર તેમજ રાતડી અને મીંયાણી મન પસંદ દરિયા કાંઠો હતો.
આ અગાઉ ફોજદાર જયદેવ જ્યારે આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે ડીટેક્ટીવ તાલીમમાં હતો. (જુઓ પ્રકરણ-૭૯, “ક્રાઇમ અને ઇન્ટેલીજન્સી) ત્યારે ત્યાં ત્રણ મહિનાની તાલીમ દરમ્યાન દરેક તાલીર્માથીને ફરજીયાત પણે આપેલ પચાસ વિષયો પૈકી કોઇ એક વિષય ઉપર અર્ધો કલાક ઇંગ્લીશમાં પ્રવચન આપવાનું હતું. તે સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દાણચોરી અને દેશદ્રોહી પ્રવૃતિના સમાચારો દૈનિક સમાચાર પત્રોમાં પુષ્કળ આવતા. તેમાં પણ ખાસ ગુજરાતનો સૌરાષ્ટ્ર-કચ્છ અને દમણનો આશરે ૧૬૦૦ કિલો મીટર સૌથી લાંબો દરિયાકાંઠો તે સમયે ખૂબ બદનામ હતો.
ટ્રેનિંગ સેન્ટરના આ પચાસ વિષયો પૈકી એક વિષય હતો. “Smuggling of gold in india” (ભારતમાં સોનાની દાણચોરી) જયદેવે અર્ધો કલાકના પ્રવચન માટે આ વિષય પસંદ કર્યો અને પોતાની રીતે પ્રવચનનો મુસદો તૈયાર કરતો હતો તેવામાં એક દિવસ હૈદરાબાદની આ હોસ્ટેલમાં અગાઉ ટ્રેનીંગ લઇ ગયેલા. જામનગરના ફોજદાર સરદારસિંહનો જયદેવ ઉપર શું ચાલે છે તે જાણવા માટેનો તા ટ્રેનીંગ કેવી ચાલે છે તે જાણવા માટેનો ટેલીફોન આવ્યો. સરદાહસિંહે અગાઉ દ્વારકા તા જામખંભાળીયા-સલાયા બંદર વિસ્તારમાં ફરજ બજાવેલ અને તેમણે મોટા પાયે દાણચોરીનો કિંમતી જથ્થો પણ પકડી પાડેલ હતો. આમ તેઓ અનુભવી હોય તેમની પાસેથી દરિયાકાંઠે થતી દાણચોરી બાબતેની માહિતી અને જાણકારી મેળવી લીધી. સોના ચાંદીની દાણચોરીનું મૂળ કારણ તો દેશમાં વિદેશ કરતા વધુ ટેક્સને કારણે ઉંચો ભાવફેર તેમજ ભારતીય જનતાનું લોક માનસ હજુ સોનાના દાગીના અને સોનામાં મૂડી રોકાણને “હાથે તે સાથે ની રીતે સલામત-સમજતા હોય.
બજારમાં જરુરીયાત પૂરવઠા કરતા વધારે હોય તે માટે જ દાણચોરી થતી. જયદેવે પોતે અગાઉ વાંચેલા સમાચારો આ જામનગરી મળેલી માહિતી અને ર્અશાના નિયમ “માંગ અને પૂરવઠોને ટાંકીને ગુજરાતના દરિયાકાંઠાના અનુસંધાને આ વિષય “Smuggling of gold in india” ઉપર પ્રવચનની આદત ન હોવા છતાં પ્રવચન-ખૂબ વખણાયુ અને સંસ્થાના પ્રિન્સિપાલે કહેલ કે આજદીન સુધીમાં આ વિષય ઉપર કોઇએ પ્રવચન આપેલ નથી. પણ તમે પહેલા છો. આવા માહિતી સભર પ્રવચન બદલ જયદેવને ધન્યવાદ પણ મળ્યા. ઉત્તર પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ અમુક પોલીસ અધિકારીઓએ તો દરિયો જ જોયો ન હતો. તેઓએ જયદેવના રુમ ઉપર આવી ખાસ મુલાકાત કરી આ બાબતે જાણકારી મેળવેલી હતી.
પ્રાયોગીક અને વાસ્તવિક રીતે દાણચોરીનો વિષય ફોજદાર જયદેવ માટે નવો જ હતો. પરંતુ બગવદર ડીસ્ટાફના બે કોન્સ્ટેબલો જોષી અને ઓડેદરા આ દાણચોરી અંગે પૂરા માહિતગાર હતા કે આ દેશદ્રોહી પ્રવૃતિ કોના દ્વારા, કેવી રીતે, કઇ જગ્યાએથી થાય છે. તેથી જયદેવે આ બંને કોન્સ્ટેબલો પાસેથી દાણચોરી અંગેની આવી બાબતોની પૂરી માહિતી મેળવી લીધી. મોટે ભાગે દાણચોરો લેન્ડીંગ રાત્રિના વદપક્ષ એટલે કે અંધારીયામાં જ્યારે ચંદ્રનું અજવાળુ ન હોય અને સમુદ્રમાં ભરતીનો વખત હોય ત્યારે રાત્રિના નવી બાર વાગ્યા સુધીમાં જ કરતા. આ પ્રવૃતિમાં જે વહાણો વપરાતા તે મધ્યમ કક્ષાના વહાણો જે માંગરોળ તા કચ્છના માંડવી બંદરે નવા બને છે. તે પ્રકારના ખાનગી વહાણો કે જેમાં ભારતથી આરબ દેશોમાં ખાદ્ય સામગ્રી જતી અને ત્યાંથી ખજુર વિગેરે જેવી ચીજો ભરી ને પરત આવતા તેની સાથે આ દાણચોરીનો સામાન પણ આયોજ પૂર્વક અને યુક્તિ પૂર્વક સંતાડીને ભરી લાવતા.
તે સમયે કચ્છમાં દરિયાકાંઠે ખાસ કંડલા આજુબાજુ તેમજ મુંદ્રા જખૌ અને નારાયણ સરોવર કોટેશ્ર્વરના દરિયા કાંઠેથી દાણચોરી થતી. તેમા પણ ક્રિક વિસ્તારમાં આવેલ “હરામી-નાળા તરીકેની કુખ્યાત જગ્યા તો દાણચોરો અને પાકિસ્તાન કરાંચી બંદરેથી આવતા આતંકવાદીઓ માટે સુવર્ણ દ્વાર જેવી હતી. સંપૂર્ણ સલામત અને પકડાવાનો કોઇ ભય જ ન હતો. તે જ રીતે પાકિસ્તાની જમીન રસ્તે કચ્છનો રણપ્રદેશ અને તેમાં પણ ખાવડાનો કાળો ડુંગર અને ખડીર વિસ્તારમાં બેલા બોર્ડ કુખ્યાત હતાં.
પરંતુ હાલમાં તો સરહદ ઉપર વાયર ફેન્સીંગ થઇ ગઇ છે. અને બી.એસ.એફની ચેક પોસ્ટો લાગી ગઇ છે. અને કોટેશ્ર્વર તથા સીરક્રીક વિસ્તાર માટે તો ખાસ બીએસ.એફની વોટરવિંગ બનાવીને તેમને અતિ આધુનિક બોટો પણ ફાળવાયેલ છે.
તે સમયે આટલી મોટી રકમના દાણચોરીના માલનું લેન્ડીંગ સાવ એમને એમ તો નહિં જ તુ હોય, સંબંધીત તંત્ર અને વ્યવસના અધિકારીઓને “આંખ આડા કાન કરવા માટે સમજાવીને જ થતુ હશે તેવુ આ ડીસ્ટાફના જવાનોનું કહેવુ હતું. હાલમાં દરિયામાં જે નેવીનું કોસ્ટ ગાર્ડ અસ્તિત્વમાં છે. તે સમયે અસ્તિત્વમાં હતુ નહિ. પોલીસનો આમ તો આ દાણચોરી રોકવાનો મુખ્ય વિષય ન હતો. તે માટે અલગ કસ્ટમ તંત્ર જ હતું. તેમ છતા પોરબંદર પોલીસેઆ દાણચોરીની બાબતમાં નિપુણતા મેળવી લીધી હતી. તેવુ આ બંને જવાનોની વાત ઉપરી લાગતુ હતું. જયદેવના મત મુજબ પોલીસ ધારે તો (ધારે તો જ !) ગુન્હેગારો પાંદડુ પણ હલાવી શકે નહિં એવી કાયદાકીય સત્તા અને સક્ષમ પોલીસદળ સાધનો સહિતનું સરકારે આપેલ છે.
પરંતુ તે માટે તેની ઇચ્છા શક્તિ, મગજ (જ્ઞાન), સંકલનશક્તિ અને ઉચ્ચ અધિકારીઓ અને સરકારનું પણ મજબૂત પીઠ બળ હોવુ જરુરી છે. જો આ સાંકળમાં એક પણ કડી નબળી હોય તો તે અશક્ય છે. આ પૈકી એક પણ કડી નબળી હોય તો ‘ગુનેગારો રાજા અને પ્રજા રાંકડી’ બની જાય છે. અને તમામ જગ્યાએ લગભગ આવુ જ બને છે. આમ જનતા બિચારી અને રાંકડી જ છે. મોટા ભાગે નેતાઓના સહારે અધિકારીઓને લલચાવીને આંખ આડા કાન કરાવીને ગુનેગારો જ મોજમજા કરતા હોય છે. પછી તે ક્રાઇમ વ્હાઇટ કોલર હોય કે બ્લેક કોલર હોય. દિવાની હોય કે ફોજદારી હોય!
જયદેવ ડીસ્ટાફના જોષી તથા ઓડેદરા સાથે મીંયાણીના સમૂદ્રકાંઠાથી કુછડીના સમુદ્રકાંઠાના પાંત્રીસ કિલોમીટર તટ ઉપર હરવા ફરવા અને મોજ કરવાના બહાના તળે મુલાકાત કરી. સમુદ્રતટે આવેલ ખાનગી ફાર્મ હાઉસોની મુલાકાતના નામે સમુદ્રકીનારાની જાણકારી મેળવી. દાણચોરો-લેન્ડીંગ પોઇન્ટના સ્થળો, રસ્તાઓ અને કોસ્ટલ હાઇવે ઉપર પોલીસ કઇ રીતે ધ્યાન રાખતા તે જોયું. આ મુલાકાતો દરમ્યાન સમુદ્ર તેટે લેન્ડીંગ પોઇન્ટની આજુબાજુના સીમ ખેતરો કે ફાર્મહાઉસના માલીકોને પણ કઇ રીત. ચુપ રહેવા દલાલી કે નિવેજ ધરાઇ જતા કે લેન્ડીંગ એજન્ટ પણ બનાવતા તે હકીકત જાણવા મળેલ. તેમજ આ લેન્ડીંગ માટે માલ ઉતારી હેરાફેરી માટે જે-તે વિસ્તારના મજૂરોને ખાસ પેકેજ આપી લવાતા તે પણ જાણવા મળ્યું.
ઓડેદરા તથા જોષીના પોતાના પણ અંગત બાતમીદારો હતા તેમને સક્રિય કરવા જયદેવે સુચના કરી. જયદેવને તો વારંવાર બદલીનો કડવો પણ નવી-નવી જાણકારી મેળવવાનો લાભદાયી એવો અનુભવ હતો. તેથી તેની ગમે ત્યારે બગવદરી બદલી થાય તે શક્યતા પૂરી હતી તેથી તે અહિં બગવદર છે ત્યાં સુધીમાં એકાદ દાણચોરીનો જથ્થો પકડાઇ જાય તેવી મનમાં ઇચ્છા હતી.
કુદરતી નિયમ “Where thete is a will, there is way “મુજબ પ્રથમ માહિતી મળી હર્ષદ મીંયાણીના દરિયાકાંઠાની. જયદેવ તેની ટીમ લઇ રાત્રિના સમયે ભાવપરા ગામ કે જે કોસ્ટ હાઇવે ઉપર જ મીંયાણી બારા પહેલાનું ગામ છે. ત્યાં આવ્યો સરકારી જીપને એક પરિચિત અને વિશ્વાસુ વ્યક્તિના ડેલામાં રાખી ડ્રાઇવરને વાયરલેસ ઉપર હાજર રહેવાનું કહી વોકી ટોકી વાયરલેસ લઇ ખાનગી વાહનમાં મીંયાણી આવી દરિયા કાંઠે આવેલ પથ્થરોની શિલાઓમાં થોડે-થોડે અંતરે ગોઠવાઇ ગયા. રાત્રિનું ઘોર અંધારુ હતુ. ભરતી ચાલુ હોય સમુદ્રના મોજાઓ કિનારે પથ્થરો સાથે અડાઇને ચિત્ર-વિચિત્ર અવાજ કરતા હતા. પવન પણ સુસવાટાથી વહેતો હતો. તેમાં ભુલે ચુકે પણ ટોર્ચનું બટન દબાઇ ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું.
થોડીવાર રાહ જોયા બાદ દરિયાના પાણીમાં અકે મછવો કે જેમાં ત્રણેક ઇસમો બેઠા હતા તે કિનારા તરફ આવતો જણાયો અંધારાને કારણે ફક્ત આછા આછા આકાર જ દેખાતા હતાં. બીજી બાજુ આઠ દસ માણસો લાઇન બંધ કાંઠે ઉભા રહી ગયા. પોલીસ ઉતાવળે દોડીને ત્યાં જતા જ મછવો પાછો સમુદ્રના પાણીમાં ચાલ્યો ગયો. અને કાંઠે ઉજોલા માણસો દોડીને નાસવા લાગ્યા જે દોડી શક્યા નહીં તેમણે દરિયામાં ઝંપલાવીને તરતા-તરતા નાસ્યા. કોન્સ્ટેબલ જોષીએ કહ્યું આ તો પત્યુ હવે હામાં ન આવે. ફરી વખત વાત તેમ કરીને અભિયાન પડતુ મુકાયું.
એક વખત દિવાળીના દિવસોમાં સાંજના છ એક વાગ્યે પોરબંદર કંટ્રોલરુમી મેસેજ આવ્યો કે રાત્રિના અગીયાર વાગ્યે પોલીસ સ્ટેશનના જ ટેલીફોન ઉપરી કંટ્રોલ રુમમાં વાત કરી જરુરી વર્ધી લઇ કોસ્ટલ હાઇવે ઉપર નાઇટ પેટ્રોલીંગમાં જવું. જયદેવે તેના ડીસ્ટાફ જોષી અને ઓડેદરાને આ વર્ધી આપી તેથી તેમણે કહ્યું સાહેબ દિવાળીના દિવસો છે આમેય અત્યારે દરિયો ગરમ હોય આપણે સાંજના આઠ વાગ્યે જ કોસ્ટલ હાઇવે ઉપર જઇ પેટ્રોલીંગ ચાલુ કરી દઇએ. દરિયો ગરમનો અર્થ સનિક લોકો મુજબ દાણચોરોની દાણચોરી અને લેન્ડીંગ માટેનો સક્રિય અને ઉત્તમ સમય એવો હતો. પરંતુ અહિંના કારનામા અને કારસ્તાન અને ઉત્તમ સમય એવો હતો. પરંતુ અહિંના કારનામા અને કારસ્તાની અજાણ્યા વળી શિસ્તબધ્ધ હુકમને માન આપનાર જયદેવે કહ્યું ના ઉપલી સત્તાની ઉપરવટ જઇ આપણે આપેલ સમયે જ કંટ્રોલ રુમની વર્ધી લીધા સિવાય જવુ બરાબર નહિં તેમ કહી વાત ટાળી દીધી. જે ખરેખર તેના માટે પણ કમસનીબ હતી.
રાત્રે અગીયાર વાગ્યે જયદેવે બગવદર- પોલીસ સ્ટેશનના ટેલીફોન ઉપરી જ કંટ્રોલરુમમાં વાત કરી વર્ધી માટે કહ્યું તો કંટ્રોલ ઇન્ચાર્જે કહ્યું કે કોસ્ટલ હાઇવે ઉપર અગાઉ આપેલ સુચના મુજબ જ સવારના છ વાગ્યા સુધી ચુસ્ત પેટ્રોલીંગ ફરવાની છે. કોઇ બે નંબરી હેરાફેરી ના થાય તેની ખાસ તકેદારી રાખવાની છે. બીજી કોઇ ખાસ વાત હતી નહિં. જયદેવને પણ નવાઇ લાગી કે આવી વર્ધી માટે જ અગિયાર વાગ્યે વાત કરવાની હતી?
જયદેવ જીપ લઇને દેગામ ત્રણ રસ્તેથી હર્ષદ મીંયાણી તરફ જતા કોસ્ટલ હાઇવે ઉપર આવ્યો. કોન્સ્ટેબલ જોષીએ જયદેવને કહ્યુ “સાહેબ રોડી નીચે ઉતરીને દરિયા કાંઠે ખીમેશ્ર્વર મહાદેવ મંદિર સુધી આંટો મારી આવી એ. જયદેવે તેનો અમલ કરાવ્યો જીપને રોડ ની ડાબી બાજુ ઉતારી રસ્તો કાચો હતો તે રસ્તાની દક્ષિણે ઉબડખાબડ ચુનાના પથ્થરોની પડતર જમીન અન તે પછી દરિયાકાંઠો હતો. રસ્તાની ઉત્તરે ખેતર હતું. અને તેની વાડ ચુનાના રોડા પથ્થરો ગોઠવીને બનાવેલી હતી. જીપ થોડે દૂર જતા જ સામેથી સમુદ્ર તરફી દૂરથી કોઇ નાના ફોર વ્હીલ વાહનની હેડલાઇટ ઉંચી નીચી થતી અને ચાલી આવતી જણાઇ. જોષીએ કહ્યું સાહેબ કામ થઇ ગયું. આ જગ્યાએ આવી મોડી રાત્રે દાણચોરો સિવાય કોઇ ફરવા આવે નહિં. વધુમાં કહ્યું કે આ લોકો પાસે દાણચોરીના માલના રક્ષણ માટે ઓટોમેટીક આધુનિક બંદૂકો અગ્નીશો પણ હોય છે.
આપણે એક કામ કરીએ જીપની હેડ લાઇટ ચાલુ રાખી તેેને રાસ્તા વચ્ચે જ ઉભી રાખી દઇને આપણે ડ્રાઇવર સહિત આ રોડા પથ્થરોની વાડ પાછળ થોડા આગળ જઇ સંતાઇને જોઇએ કે શું થાય છે. કેમ કે જ્યાં સુધી જીપ એક બાજુ નહિં હટે ત્યાં સુધી તે આવનાર વાહન આગળ જઇ શકે તેવો કોઇ બીજો રસ્તો નથી. જોષી તથા ઓડેદરા એ પોતા પોતાની-૩૦૩ રાયફીલોમાં ફટાફટ કાર્ટીસના મેગજીન લોડ કર્યા, જયદેવે પોતાની રિવોલ્વર હાથમાં લઇ લીધી અને રોડાની વાડ પાછળ સંતાઇ ગયા જયદેવ સહિત તમામ પોલીસ ઉતેજના સભર અને આક્રમક સ્થિતિમાં જ હતા. કે હમણાઆ કાર આવે ત્યારે શું થાય છે. ફાયરિંગ કરી, સામનો થાય છે કે નાસભાગ થાય છે કેટલો માલ કોણ હશે હવે શું થાય છે અને શું શું થાય તો શું પગલા લેવા તેવી આવેશમય સ્થિતિમાં તમામ પોત પોતાના હથીયારો નિશાન તાકીને જ રાખ્યા હતા. આવો સમય ખૂબ જ સંવેદનશીલ અને નિર્ણાયક હોય છે. થોડીવારમાં જ પેલી કાર કે જે મારુતિ જીપ્સી કાર હતી તે પોલીસની જીપની બરાબર સામે આવીને ઉભી રહી. એકદમ ઉત્તેજના ફેલાઇ ગઇ. તમામ આક્રમક પોઝીશનમાં જ હતાં. જ્યારે જોયુ કે જીપ્સીમાં ચાલક સિવાય કોઇ ન હતું. થોડીવાર જીપ્સીના ચાલકે તેના વાહનની લાઇટ ડીમફૂલ કરી હોર્ન વગાડ્યા પણ પોલીસની જીપની તો હેડ લાઇટ ફૂલ જ હતી. જેથી જીપ્સીના ચાલકે જીપ્સી બંધ કરી નીચે ઉતરી પોલીસ જીપ પાસે જઇ તપાસ કરી પરંતુ ત્યાં સુધીમાં જયદેવને ખ્યાલ આવી ગયો કે તે તો પોરબંદરના વિવાદસ્પદ કસ્ટમ ઇન્સ્પેક્ટર હતાં. જયદેવ અને તેની ટીમે હથિયારો નીચા કરી બહાર આવ્યા.
આ કસ્ટમ ઇન્સ્પેક્ટરને જયદેવે પૂછ્યુ કે અર્ધી રાત્રે એકલા જ કેમ ? આી તેણે જવાબ આપ્યો કે “નિંદર આવતી ન હતી અને રાત્રે મનમાં શંકાકુશંકા જતા એકલો જ પેટ્રોલીંગમાં નીકળી ગયો હતો. જયદેવને નવાઇ લાગી કે આ પણ બ્રુસ્લી કે રેમ્બો લાગે છે. એકલા તમામને પહોંચી વળવાની તાકાત ધરાવતા લાગે છે. પરંતુ ખીમેશ્ર્વર મંદિરે ગયા પછી સાચો ખ્યાલ આવ્યો કે આતો ખાલી કહેવા પૂરતુ નાટક હતું.
મંદિરમાં રહેલ એક માણસે ખાનગીમાં કહ્યું કે આ જીપ્સી કાર તો સાત વાગ્યાની આવી ગઇ હતી. તે પછી બે એમ્બેસેડર કારો પણ આવેલી અને આઠ નવ વાગ્યે એક વહાણ કાંઠે આવેલું તેમાંથી કાંઠે નીસરણી નાખી અડધા કલાક કરતા પણ ઓછા સમયમાં કાંઇક પૂંછા જેવો કે જાકીટ જેવો સામાન ફટાફટ ઉતારી એક એમ્બેસેડરની ડેકીમાં ભરી દઇને વહાણ પાછુ દૂર ચાલ્યુ ગયેલ અને કારની ડેકીમાં ભરેલ સામાન વાળી કારને બીજી ખાલી એમ્બેસેડર પાછળ ખાલી ખોટી રીતે દેખાવ ખાતર દોરડાથી બાંધેલ હતી. બંને એમ્બેસેડરો તો ચાલુ હાલતમાંજ હતી. આવી ટોચણ સ્થિતિમાં બંને કારો થોડીવારમાં રવાના થઇ ગયેલ. બંને કારો ચાલ્યા ગયા બાદ વહાણ પણ ચાલ્યુ ગયેલ અને છેલ્લે બહુ મોડેથી આ જીપ્સી કાર રવાના થઇ હતી !
જયદેવને થયુ પતી ગયુ થોડા મોડા પડ્યા. કોન્સ્ટેબલ જોષીએ કહ્યુ “સાહેબ હું ન હોતો કે વહેલા જઇએ ? પણ તમે માન્ય નહિ કંટ્રોલની સુચનાનો અમલ કર્યો. જયદેવ જીપ લઇને દેગામ ત્રણ રસ્તે પોલીસ ચેક પોસ્ટ ઉપર આવ્યો અને ચેકીંગ કરતી પોલીસ ટીમને ટોચણ કરેલી બે એમ્બેસેડરો નીકળેલ કે કેમ ? તે અંગે પૂછતા તેમણે જણાવ્યું કે “હા, બંધ કારને ચાલુ કાર પાછળ બાંધીને બે માણસો નીકળ્યા હતા. બંને કારો ખાલી હતી. જયદેવે પૂછ્યુ કારોની ડેકીઓ ચેક કરેલી ? તો તેમણે કહ્યું કે ટોચણમાં ડેકી શું ચેક કરવી તેમ માની ચેક કરેલ નહિં આ વાતને તો બે-ત્રણ કલાક થઇ ગયા. જયદેવને થયુ પત્યુ અને જોષીની સલાહ નહિં માનવાનો ખૂબ પસ્તાવો થયો અને કંટ્રોની જ સૂચનાનો કડક પણ અમલ કરી કડક શિસ્ત બધ્ધતા રાખવાનો પણ મનમાં રંજ થયો!
જયદેવના ચહેરા ઉપર નિરાશા વ્પાયેલી જોઇને કોન્સ્ટેબલ જોષીએ કહ્યુ “સાહેબ ચિંતા કરો નહિં આ વાંદરા ગુંલાટ ન ભૂલે’ તેમ ફરી વખત તેઓ આ પ્રવૃતિ કરશે જ અને ત્યારે જોઇ લઇશું.