‘રેડ’ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત અજય દેવગણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના કથાનક અંગે થઈ રહેલી વાતચીત દરમિયાન પોતાના અનુભવો પણ જણાવ્યા હતા. અજયે જણાવ્યું કે, ૧૯૯૦ના દાયકામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મારા ઘરે રેડ પાડી હતી. એ સમયે હું શૂટિંગમાં બિઝી હોવાથી ઘરે ન હોતો. ડિપાર્ટમેન્ટની રેડ લગભગ ૪૮ કલાક ચાલી.પરંતુ આ રેડ ક્યાં કારણથી પાડવામાં આવી હતી તેનું કારણ જણાવ્યુ ના હતું. આવકવેરા અધિકારીઓએ ખાલી હાથ જવું પડયું હતું.
અજયની ફિલ્મ રેડ સત્યઘટના પર આધારિત છે જેમાં એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીની ભૂમિકામાં છે. ફિલ્મમાં ઇલિયાના ડીક્રૂઝ અજયની પત્નીની ભૂમિકામાં છે. ૧૬ માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું છે.