૩૬ ચેક પોસ્ટો અને ટ્રાફીક બુથો એનજીઓના સહયોગથી લગાવવાની કામગીરી ગતિમાં
ભારતના બાર જયોતિલીંગમાં પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા ચેક પોસ્ટ અત્યાર સુધી માત્ર તાડપત્રી ઢાંકી પોલીસ ચેક પોસ્ટમાં ફરજ બજાવતા હતા તેને સ્થાને આજથી ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરને અનુશાશન એન.જી.ઓ. જુનાગઢના સહયોગથી ત્રણ પોલીસ ચેક પોસ્ટો અર્પણ કરાતાં તે આજથી કાર્યરત થઇ છે. ૧૨+૮ ની પી.વી.સી. બેઇઝડ તમામ ચેક પોસ્ટો ફાયર પ્રુફ છે. પીવીસીના કારણે આગ લાગી શકતી નથી. અંદર ગરમી લાગતી નથી કાટ લાગતો નથી ચારેય દિશામાં મોટા કાચ લગાવેલા હોવાથી તમામ દિશાઓમાં નજર રાખવી સહેલી ઉપરાંત કેબીનોમાં લાઇટ, મોબાઇલ ચાર્જીગ પોઇન્ટ પંજાન સહીતની વ્યવસ્થા છે. એન.જી.ઓ. દાતાના સહયોગથી પ્રત્યેક ચેક પોસ્ટ અંદાજે રૂપિયા બે લાખની કિંમતની હોય છે. આ અંગે વિગત આપતાં જુનાગઢના રાજેશભાઇ કવાએ જણાવ્યું હતું કે, આ ચેક પોસ્ટમાં એક માણસ સૂઇ શકે અને ૬ જવાનો સરળતાથી બેસી શકે તેવી જોગવાઇ છે અને ભવિષ્યમાં અન્યત્ર ખસેડવી હોય તો પણ ખેસવી શકાય છે. સોમનાથ મંદિરના દરજજને અનુરુપ એન્ટીક તેના છાપરાને ગ્રામ્ય ભાતીગળ જીવન જેવા નળીયા ઢોળાવ અપાયો છે. જીલ્લામાં આવી ૩૬ ચેક પોસ્ટો અને ટ્રાફીક બુથો લાગશે જેમાં વેરાવળ ટાવર ચોક, પાટણ દરવાજા અને ભાલકા મંદિર પાસે ટ્રાફીક બુથો લાગશે.