જેતપુર શહેરનાં જૂનાગઢ રોડ પર આવેલી બોસમીયા કોલેજ સામે એસબીઆઈ બેંકના એટીએમમાંથી બે ખાતેદારના રૂ.૧.૪૦ લાખ ઉપડી ગયાની પોલીસમા ફરિયાદ નોંધાઈ છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂર શહેરની બોસમીયા કોલેજ નજીક એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા ગયેલ અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ ચૌહાણ અને બાબુલાલ હરિલાલ ત્યારે ગઠીયાએ લાવો રૂપીયા ઉપાડી દવ તેમ કહી ગઠીયાએ અલગ અલગ સમયે એટીએમ કાર્ડ બદલાવી પીન નંબર મેળવી ગઠીયાએ અલગ અલગ સમયે બંનેના ખાતામાંથી રૂ.૮૦ હજાર અને ૬૦ હજાર ઉપાડી લીધા હતા.

બાદ મોબાઈલ ફોન પર મેસેજ આવતા બંને ખાતેદારોને ખ્યાલ આવ્યો કે આપણા ખાતામાંથી રૂપીયા ઉપડી ગયા. જેના આધારે પોલીસે ગુનોનોંધી બેંકના એટીએમના સીસીટીવીના આધારે પોલીસે ગઠીયાની શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.