અનુ.જાતિ પરિવારોને અન્યાયકર્તા પ્રશ્નો નહીં ઉકેલાતા પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારની આગેવાની હેઠળ જીલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં આજે સતત બીજા દિવસે પણ આંદોલન ચાલુ છે. તંત્રે આ આંદોલનમાં સમાધાનના પ્રયાસ કર્યા છે પણ તે નિષ્ફળ નીવડ્યા છે.
આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા અનુસુચિત જાતિના લોકોને 100 ચોરસવારના પ્લોટો આપવામાં આવેલ છે તેમજ સાંથણી જમીન આપવામાં આવેલ છે
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 9 મુદાની માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો અનુ.જાતિના લોકોનો નિર્ધાર
તે જમીનના કબજા અને સનદો તાત્કાલીક આપવા, તાલુકાના હડાળા ગામે ડો. આંબેડકરની પ્રતિમાને ફરતે કાંટાળા તારની વાડ જે કરવામાં આવી છે તેને તાત્કાલીક હટાવવા, અને ડો. આંબેડકરની પ્રતિમાને ખુલ્લી કરવા,આ ઉપરાંત શહેરના પ્રેમ મંદિર પાસે મ્યુ.કોર્પો.ના પ્લોટ ઉપરથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જે ઉખાડવામાં આવેલ છે તેને પુન:સ્થાપિત કરવા અને આ જમીનના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા મ્યુ.ના અધિકારીઓ સામે તપાસ કરી પગલા લેવા, ઉપરાંત સરધારમાં બૌધ્ધ વિહાર તોડનારા તત્વો સામે તત્કાલ કાર્યવાહી કરવા, મ્યુ.કોર્પો. તેમજ અન્ય સરકારી કચેરીઓમાંથી વર્ગ-3 અને 4માં કોન્ટ્રાકટ પધ્ધતિ નાબુદ કરવા સહિતના પ્રશ્નો હલ કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે.
પોલીસ બસની ઠોકર વાગતા કલેકટર કચેરીનો ગેઇટ તૂટ્યો
આંદોલનને પગલે આજે પોલીસ દ્વારા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બસ રાખવામાં આવી હતી. આ બસ જ્યારે આવી રહી હતી ત્યારે તેની ઠોકર વાગતા કલેકટર કચેરીનો ગેઇટ તૂટી ગયો હતો.