રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ગઈ કાલે સાંજે ત્રણ સિનિયર ડોકટરોએ ‘તને સીધો કરવો છે’ તેમ કહીને જુનિયર ડોક્ટરને લાફા વાળી કરી હતી. કે.ટી. ચિલ્ડ્રનમાં સમી સાંજે તબીબો વચ્ચે માથાકૂટ થતા પ્ર. નગર પોલીસ મથકનો સ્ટાફ, મેડિકલ કોલેજના ડિન સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તો જુનિયર તબીબે ત્રણેય સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ નોંધાવ્યાનુ પણ જાણવા મળી રહ્યું છે.

કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં માથાકૂટ થતા પોલીસ, ડિન સહિતના અધિકારીઓ દોડી આવ્યા: ૩ સિનિયર તબીબો સામે ફરિયાદ

vlcsnap 2021 06 29 09h56m47s453 આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં ગઈ કાલે સાંજના સમયે ડો.ધવલ બારોટ નામના જુનિયર તબીબ પર તેના ત્રણ સિનિયર તબીબોએ ‘તને સીધો કરવો છે’ તેમ કહીને લાફા વાળી કરી હતી. આ અંગે ડો.ધવલે જણાવ્યું હતું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે હવે પરીક્ષા પુરી થઇ ગઈ છે. હવે અમે તને સીધો કરશું. એટલે મેં તેમને પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો ત્યારે મારા સિનિયરે કહ્યું કે તું અમારુ માનતો નથી. હું કંઈ પ્રત્યુત્તર આપું તે પહેલા એક સિનિયરે મને પાછળથી માથા પર માર્યું અને અન્ય સિનિયરોએ મને ઢીકાપાટુ મારવાનું શરૂ કરી દીધું હતું. મારા ત્રણ સિનિયર ડો.જીમિત ગઢીયા, ડો.કેયુર મણીયાર અને ડો.આલોક સિંઘે મળીને મને ખુબ માર માર્યો હતો અને પછી નાસી ગયા હતા.

આ અંગે પ્રતિઆક્ષેપ કરતા સિનિયર ડો. કેયુર મણિયાર જણાવ્યું હતું કે, ‘જુનિયર ડો.ધવલ બારોટ ફોન કરી તેમના ભાઇ સાથે વાત કરવા કહી તેમના ભાઇએ ફોન પર ગાળો આપી હતી અને બાદમાં અમને માર માર્યો હતો. આ અગાઉ પણ આવું કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાનું આરોપ કરી આ સાથે તમામ ડોકટરોએ સાથે મળી એચઓડીને ફરિયાદ કરી હોવાનો ખાર રાખી આજે હુમલો કર્યા હતો.’

WhatsApp Image 2021 06 28 at 10.37.21 PM

કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં તબીબો વચ્ચે ઝપાઝપી થઈ હોવાની જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકનો સ્ટાફ અને મેડિકલ કોલેજના ડિન ડો.સામાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. ત્યાર બાદ આ અંગે ડો.ધવલે ત્રણેય સિનિયર તબીબો વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, ઉલ્લેખનીય છે કે આ આવી અપરાધી માનસિકતા ધરાવતા લોકો તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં પણ સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ જેમાં બાળકોને દાખલ કરવામાં આવે છે ત્યાં આ પ્રકારનું કૃત્ય આચરતા હોસ્પિટલમાં ચકચાર મચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.