મુળ ભારતીય બાર વર્ષની સુચેતા સતીશ ૮૦ અલગ-અલગ ભાષાઓમાં ગીત ગાય શકે છે. તો હજુ બીજી પાંચ ભાષાઓનાં ગીતો તે શિખી રહી છે તે ડિસેમ્બર ૨૯ની કોન્સર્ટમાં ૮૫ ભાષાના ગીતો ગાવાનો રેકોર્ડ બનાવવા માંગે છે. નવાઇની વાત તો એ છે કે સુચેતાએ આ બધી જ ભાષાના ગીતો માત્ર એક વર્ષમાં જ શિખ્યા છે કેરળની આ ક્ધયાને પહેલાથી જ હિન્દી, મલયાલમ, અને તામિલ જેવી ભાષાના ગીતો ગાતા આવડતું હતું.
તો સ્કુલમાં તે બાળપણથી જ અંગ્રેજી ગીતો પણ ગાતી હતી તેણે બીજે વિદેશી ભાષા માત્ર એક વર્ષમાં જ શીખ્યા છે તે સૌથી પહેલું ગીત તેના પપ્પાના જાપાની ફેન્ડ પાસેથી જાપાની ભાષામાં શીખી હતી. તેને કોઇપણ ભાષાનું નવું ગીત શિખતા માત્ર ૨ કલાક લાગતી અને તેને લિરિક્સ સાથે યાદ રાખવામાં માત્ર ૩૦ મિનિટનો સમય લાગતો તેમાં ફ્રેન્ચ, હેગેરિયન અને જર્મન ભાષામાં ગીત ગાતા તેને સૌથી વધુ વાર લાગી હતી. આંધ્ર પ્રદેશની ગાંધી હિલ્સને ૨૦૦૮માં ૭૬ ભાષામાં ગીતો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તેને સુચેતા તોડવાની છે.