૨૦૧૪-૧૫થી પેન્ડિંગ ડ્રાફટ પોલીસીને મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂરી આપી રાજય સરકારની વોટર પોલીસીમાં સમાવાયો છે ટ્રસ્ટીશીપનો ખ્યાલ
રાજય સરકારે વિશાળ જનહિતમાં વ્યાપક વોટર પોલીસીના અમલવારીની છેલ્લા સ્ટેજમાં હોવાની જાહેરાત કરી છે. રાજય સરકારની વોટર પોલીસી ઘણા સમયી પેન્ડીંગ હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં વોટર પોલીસી માટેનો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયના મુખ્યમંત્રી મોદી પાસે આ ડ્રાફટ પેન્ડીંગ હતો.
ર્આકિ અને સામાજિક જરૂરીયાતના ભાગરૂપે પાણીના યોગ્ય વ્યવસપન માટે સનિક રાજય તેમજ કેન્દ્ર કક્ષાએ કામગીરી થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંતે પોલીસીને મંજૂરી આપી છે.
આ પોલીસી હેઠળ લોકોની જરુરીયાતને પહોંચી વળવા સનિક કક્ષાએ જળ થોત ઉભા કરવાની તૈયારી કરવામાં આવશે. એક રીતે સમાજમાં ટ્રસ્ટીશીપ વિકસાવવાનો ખ્યાલ આ પોલીસીમાં સમાવાયો છે.
માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ પુરવા માટે રાજય સરકારની વ્યાપક વોટર પોલીસી આગામી સમયમાં મહત્વનો ભાગ ભજવશે તેવું માનવામાં આવી રહ્યું છે. પાણીની વહેંચણી, રી-સાયકલીંગ, ટ્રીટમેન્ટ સહિતના નિર્ણયોને નવી વોટર પોલીસી હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોને પાવર હાઉસ માટે ટ્રીટમેન્ટ જળનો જ ઉપયોગ કરવાની ભલામણ પોલીસી હેઠળ થીઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાલુ વર્ષે જળ કટોકટીના કારણે મુશ્કેલી ન સર્જાય તે માટે રાજય સરકાર ખૂબજ સાવધ રહી છે. આગામી સમયમાં જળ કટોકટી જ ન સર્જાય તે જોવા વિવિધ કક્ષાએ કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે વિશાળ જનહિતમાં વોટર પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. આ વોટર પોલીસી જળ થોત અને ઉપયોગ બાબતે અનેક પ્રશ્ર્નોનો જવાબ બની રહેશે.
મુખ્યમંત્રી રૂપાણી ઓચીંતા દિલ્હી દરબારમાં: અફવાઓ ગરમાઇ
મુખ્યમંત્રી રૂપાણીની દિલ્હી મુલાકાતી રાજકીય વર્તુળોમાં અફવાઓની બજાર ગરમ ઈથી રહ્યું છે. દિલ્હીની એકાએક મુલાકાતના કારણે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે. વડાપ્રધાન મોદીએ પોલીટીકલ ઈસ્યુ મામલે રૂપાણીને ચર્ચા કરવા બોલાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, વિજયભાઈ રૂપાણી દિલ્હી ખાતે રેલમંત્રી પિયુષ ગોયેલને ગુજરાતના રેલ પ્રશ્ર્નો બાબતે મળવા ગયા હોવાનું જાણવા મળે છે. બુલેટટ્રેન, મેટ્રો રેલ તેમજ અત્યાધુનિક ગાંધીનગર રેલવે સ્ટેશન મામલે ચર્ચા થી ઈ હોવાનું પણ માલુમ થુયું છે.