વાહ… વિકાસ ‘ગાંડો’ થયો !!!
રાજય સરકારોએ શના ૧૦ રાજયોમાં વિજળીનું વેચાણ રૂા.૩.૭૯ પ્રતિ યુનિટના ભાવે વેચાણ કરીને કુલ ૧૩૮.૩૧ મિલીયન યુનિટ વિજળીનુંવેચાણ કરીને ૪.૧૧ રૂપીયાનો પ્રતિ યુનિટનો વિનિમય દરે ધંધો કર્યો હતો.
ઉર્જામંત્રી સૌરભ પટેલે મોડાસાનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પુછાયેલા પ્રશ્ર્નમાં મંત્રીએ જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં વિજળીનું ઉત્પાદન થાય છે અને રાજય અને ખૂલ્લા બજારમાં તેનું વેચાણ કરવામા આવે છે. કેટલીક વિસંગતતા અને પડકારો વચ્ચે વિજળી ઉત્પાન્નનું કામ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું હતુ કે ઉદ્યોગમાંથી માંગની ઘટ અને રજાઓની સાથેસાથે હવામાનના પરિવર્તન જેવા પરિબલોને કારણે અન્ય રાજયોમાં વિજળી વેચવામાં અવરોધ આવે છે. રાજયની વિજળીની જરૂરીયાત બાદ વધારાની વિજળી જ વેચવામા આવે છે.
વાંકાનેરના ધારાસભ્ય મમદ જાવેદ પીરજાદાના પુછેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતુ કે વિજળીની ખરીદીના કરાર મુજબ કંપનીઓને ભાવ ચૂકવવામાં આવે છે. ૨૦૧૮માં સરકારે ખાનગી કંપનીઓમાંથી વિજળી ખરીદવા માટે ૩૮૨ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી.
આ અંગે ઈન્ડિયા પ્રાઈવેટ લી. કંપની સાથે વિજળી ખરીદીના કરાર ડિસે. ૨૦૧૮માં સમાપ્ત થયો હતો. રાજય સરકારે દેશના ૧૦ રાજયોને રૂા. ૩.૭૯થી એસ.બી.નાસરેરાશ પ્રતિ યુનિટના ભાવે કુલ ૧૩૮.૨૧ મિલિયન યુનિટ વિજળીનું વેચાણ કરીને સરેરાશ ૪.૧૧ના ભાવે વિજળીનું વેચાણ કર્યું છે. ગુજરાત ઉર્જા ઉત્પાદનમાં દિન દોગુની રાત ચૌગુની પ્રગતિ કરી રહ્યું છે.