હાલ, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા જીવસૃષ્ટિ પર ખતરો ઉભો થયો છે. પર્યાવરણ દુષણ માટે જવાબદાર પરીબળ કાર્બન ડાયોકસાઈડ છે તેનાતી આપણે સૌ કોઈ પરિચીત છીએ પરંતુ જાણીને નવાઈ લાગશે કે, હોલીસીન ત્રીર્યડ દરમિયાન એટલે કે આશરે ૧૧ હજાર વર્ષ અગાઉ માનવ ઉત્થાન માટે મહત્વનો ફાળો ભજવનાર કાર્બન ડાયોકસાઈડ જ હતુ સંશોધકોનું કહેવું છે કે, દરિયામાં કાર્બનનું પ્રમાણ વધ્યું છે. જે માનવ ઉત્થાનની નીશાની છે.
સંશોધકોએ આ વિશે વધુમાં જણાવતા કહ્યું કે, અગાઉ હજારો વર્ષો પહેલા કૃષિ માટે ઘણી જમીનો ખાલી પડેલી હતી. અને આ કૃષિ ક્ષેત્રે રહેલી તકો માનવ જીવનને એ તરફ આકર્ષતી હતી કે તેઓ શિકાર સહિતની પ્રવૃત્તિઓથી દૂર રહે પરંતુ આ સાથે ઔદ્યોગીક, વસાહતોનો પણ વિકાસ થતા કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘર કામ વધ્યું છે.
જર્નલ નેચર જીઓસાઈન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, દરિયામાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધી રહ્યું છે. અને આ માટે સંશોધકોએ ત્રણ અલગ અલગ પ્રકારનાં અવશેષો પર પ્રયોગ હાથ ધર્યો હતો. આશરે ૧૧ હજાર વર્ષ પહેલા દરિયાનું પાણી અતિશુધ્ધ મનાતું પરંતુ આજના સમયે દરિયાઈ પાણીમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ઘણા સમય થી જોઈએ તો દરિયાઈ વિસ્તારોમાં ઘણા અનિચ્છનીય બદલાવો નોંધાયા છે. જેની પાછળનું જવાબદાર કારણ ગ્લોબલ વોર્મિંગ ગણી શકાય.