ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ફિલ્ડમાં છટણી પછી હવે બેંકિંગ ક્ષેત્રઓની ઝપેટમાં આવી ગયું છે. મળતી માહિતી પ્રમાણે યસ બેંકે ૨૫,૦૦૦ લોકોની છટણી કરી છે જે તેના કર્મચારીઓનો ૧૦ ટકા હિસ્સો છે. બેંકે જણાવ્યું હતું કે ખરાબ પર્ફોમન્સ, ડિજીટાઇઝેશન તેમજ બીજા પરિબળોને કારણે વધારે લોકોની જરુર ન હોવાના કારણે આ છટણી કરવામાં આવી છે. યસ બેંકમાં ૨૧,૦૦૦ લોકો કામ કરે છે. દેશમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં HDFCબેંકે હાથ ધરેલી છટણી પછી આ સૌથી મોટી છટણી છે. HDFCબેંકે માર્ચ ૨૦૧૭ સુધીમાં લગભગ ૧૧,૦૦૦૦ લોકોને નોકરી પરથી હટાવ્યા હતા.
પોતાના આ નિર્ણય વિશે સ્પષ્ટતા કરતા યસ બેંકે જણાવ્યું છે કે બેંકની રેગ્યુલર કેપિટલ મેનેજમેન્ટ પ્રેક્ટિસ અંતર્ગત વધારે પ્રોડક્ટિવિટી નક્કી કરવામાં આવે છે.ે આના આધારે સમયાંતરે બેંકનું પર્ફોમન્સ જોઇને કેટલાંક નિર્ણયો લેવા પડે છે. નોર્મલ અપરાઇઝલ પ્રોસેસ દ્વારા અને વર્ષના સૌથી ખરાબ પર્ફોમન્સ આપનાર કર્મચારીઓને ઓળખીએ છીએ. અમે જે પગલું લીધું છે એ બીજી બેંક દ્વારા પણ લેવામાં આવે છે. બેંકના સુત્રોનું કહેવું છે કે જે કર્મચારીઓની બેંકને જરુરી નહી રહે તેને કાઢી મુકવામાં આવશે.