ચોટીલા પંથકમાં સિંહ પરિવારે અત્યાર સુધીમાં કુલ છ પશુઓનું મારણ કરી પેટ ભર્યું: ફોરેસ્ટની ટીમોએ હાથધરી ઉંડી તપાસ
ગઈકાલથી ચોટીલા પંથકમાં સિંહ તેના બાળ સાથે પ્રવેશ મેળવ્યો હોય તેવા અનેક પુરાવા મળતા ગુજરાત ની ત્રણ થી ચાર ફોરેસ્ટ ટિમ આ સિંહોને શોધવા કવાયત હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા વિડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહએ આગમન કર્યુંું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાત રાજ્ય ના ચાર ગામની વચ્ચે ચોટીલા ખાતે સિંહ એ અલગ અલગ સ્થાને ૬ થી વધુ પશુઓનું મારણ કર્યું છે.જેમાં ગઈ કાલે રાત્રે એક પાડી અને એક ગાયનું મારણ કરી ભર પેટ જમ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાત્રી દરમિયાન ચોટીલાના ઢેઢુકી, ચોબારી નજીક માં રાત્રીનાં શાંત વાતાવરણ માં સિંહ ગર્જના સંભળાયા હોવાની પણ ગ્રામ લોકો દવારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં સિંહ પ્રવેશ બાદ સમગ્ર ગુજરાત રાજયમાં જામનગર સિવાઈ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સિંહ હોવાનું જાણવા મળ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં એશિયાઇ સિંહ નું આગમન થયુ છે, ત્યારે સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોની સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર નો સંપર્ક કરવા જણાવાયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહો નું મુખ્ય ખોરાક નીલગાય અને ભૂંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી,અને તેમનો કીમતી સમય પણ બચી જાય છે, તેમજ ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહ નું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે ઢેઢુકી ગામની સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આથી ગ્રામજનોના હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહીં તેમજ પરેશાન કરવો નહીં, લોકોનું ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં,સિંહ ની હાજરીમાં ગામની આસપાસ હોય ત્યારે માલ ઢોર અને ખુલ્લા બાંધવા નહીં તેમજ સિંહ મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહિ વગેરે બાબતે સજાગતા રાખવાનુ જણાવાયું છે.
સિંહ પરિવારને માંડવનાં જંગલમાં વસાવી પ્રવાસન ક્ષેત્રને વિકસાવવાની માંગ
માંડવ જંગલ રીઝર્વ છે, દિપડા જેવા પ્રાણીઓનો વસવાટ છે. આ વિસ્તારની આબોહવા અને ભૌગોલિકતા રાની પશુને અનુકુળ છે નજીકના રામપરા વીડીમાં સિંહ બ્રિડીંગ સેન્ટરની સફળતા તેનો પુરાવો છે પંચાળ પંથકમાં પધારેલ સિંહ પરીવાર આનંદની વાત છે તેઓને માંડવ જંગલમાં વસાવી પંથક, જંગલનો વિકાસ કરાય તો ખુબજ સારૂ પ્રવાસધામ અહીંયા વિકસે તેવી પુરી શક્યતા છે. પંચાળની પ્રકૃતિ પ્રેમી પ્રજાની લાગણીને રાજય સરકાર પ્રાધાન્ય આપી વન વિભાગને આ મુદ્દે આગળ વધવા સુચનાઓ અપાય તો ચોટીલા પંથકને એક નવી ઓળખ અને યાત્રાધામની સાથે પ્રવાસધામનો સુમેળ થઈ આ વિસ્તારનો નવો આયામ લખાય શકે તેમ છે.
આશરે દોઢસો બસો વર્ષ પહેલા પંચાળના માંડવ વનમાં સિંહની વસ્તી હોવાનાં ઐતિહાસિક પુરાવાઓનો વાતોમાં ઉલ્લેખ છે જેથી ફરી વનરાજ પરીવાર અહીંયા આવી પહોંચતા આનંદ અનુભવાય છે. લોકોની લાગણીને સરકાર દ્વારા ધ્યાને લેવાય તેવી માંગ છે.
સિંહ પરીવાર હાલ જે વિસ્તારમાં પહોચ્યો છે તે વિસ્તારમાં લોકોનો ડર પણ દૂર થશે.