આજે 21જૂન એટલે કે વિશ્વ યોગ દિન નિમિત્તે રાજકોટ ની નિધિ સ્કૂલ ખાતે યોગ દિવસ કાર્યક્ર્મ યોજાયો હતો. નિધિ સ્કૂલમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને યોગા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ માત્ર આજ દિવસ પૂરતો જ નહીં પરંતુ કાયમી યોગા કરવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે.
પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.’યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. નિધિ સ્કૂલના પ્રિન્સિપાલ યશપાલસિંહ ચુડાસમા સહિત સમગ્ર શિક્ષણ ગણ હમેશા લોક ઉપયોગી કાર્યોમાં અગ્રેસર હોય છે ત્યારે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને યોગા કરાવી તેમના આરોગ્યની ચિંતા કરી એક વિશેષ કામગીરી તેઓએ નિભાવી હતી.
પરમશક્તિ તરફ વધવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલે યોગ: યશપાલસિંહ ચુડાસમા( પ્રિન્સિપાલ)
નિધિ સ્કૂલના પ્રિન્સિપાલ યશપાલસિંહ ચુડાસમાએ અબતક મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું કે આજે વિશ્વ યોગના દિવસે સમગ્ર વિશ્વના ફલક પર યોજાતું યોગ દિવસ છે. ઉપરાંત આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે જણાવતા કહ્યું કે જે અમેરિકામાં પણ રહીને આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. પહેલાના સમયથી જ ઋષિમુનિઓ જે હજારો વર્ષ જીવતા હતા તેનો એકમાત્ર કારણ આ યોગ આસન અને પ્રાણાયામ જ હતુ. ઉપરાંત તેમણે આળસુ લોકો માટે જણાવેલું કે દરેક યોગ ફાયદાકારક તો હોય જ છે પરંતુ અત્યારના સમયમાં જરૂરિયાતની બાબતમાં માણસની માનસિક શાંતિ જરૂરી છે.
જે દરરોજ સવારના અને એમાં પણ મુખ્યત્વે સવારના પ્રથમ પહોરના ચારથી છ વાગ્યાના સમયગાળામાં જે આસન અને પ્રાણાયામ અને મેડીટેશન કરવામાં આવે છે તે ખૂબ જ જરૂરી છે અને ફાયદાકારક પણ છે માટે માનસિક શાંતિ માટે યોગ અને મેડીટેશન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઉપરાંત શરીરના બધા અંગોને સ્ફૂર્તિમય રાખવા માટે રાખવા માટે યોગ ધ્યાન આસામ પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે.
બંધન મુક્તિનો માર્ગ એટલે યોગ: સુધાબેન વાગડીયા (યોગ ટીચર)
નિધિ સ્કૂલના યોગ ટીચર સુધાબેન વાગડીયાએ અબતક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ઋષિમુનિઓની પરંપરા ની જાળવણી માટે સનસંપાત દિન તરીકે દેવોના દેવ મહાદેવ એ આજે સૌ પ્રથમવાર યોગ રચ્યું હતું. એટલે જ કહેવાય છે કે આજે સમગ્ર ભારતમાં ઋષિમુનિઓ અને દેવાધિદેવ મહાદેવના કહેવા પ્રમાણે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ એક શરીરની સંચાર પ્રક્રિયા પૂરું પાડતું એક ઉત્તમ ઉદાહરણ છે.યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.