નવા વર્ષના વધામણા કરવા માટે શહેરની નામાંકિત એમટીવી ખાતે મોજ મસ્તીના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. લોકો મન મુકીને નાચ્યા હતા. મોજ મસ્તીની આ તકમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર રીના સોની પણ ઉ૫સ્થિત રહ્યા હતા. જલ્સો ૨૦૨૦ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો. માહિન એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નવા વર્ષના આગમનમાં અમે એમ.ટી.વી. માં આવ્યા છીએ અને અહીં પાર્ટીમાં આનંદ અને ઉત્સાહથી મન મૂકી નાચશું નવા વર્ષનું સ્વાગત કર્યુ . મિતલ એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એમ ટી.વી ના આ ઇવેન્ટ ખુબ જ સરસ છે. અહીં અમે આવ્યા છીએ નવા વર્ષના વધામણા કરવા માટે અને અમે લોકો મન મુકી ઉત્સાહથી અહી ડાન્સ કરી તેમજ આવનાર વર્ષની બધાને શુભેચ્છા પાઠવી છું.
અતુલ સોલંકીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું મારી ફેમેલી સાથે એમ ટી.વી. માં આવ્યો છું અને અહી આવીને આ ઇવેન્ટની ખુબજ મજા માણી છે.
હું અહી આવીને ખુબ જ ઉત્સાહિત થઇ જાવ છું: રીના સોની
રીના સોનીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે હું એમ ટીવી માં બીજી વખત આવી છું. અહી આવું એટલે ખુબ જ ઉત્સાહી થઇ જાઉ છું. નવા વર્ષના આગમન માટે રાજકોટના લોકો ખુબ જ ઉત્સાહી હોય છે. આવનાર દિવસોમાં જ મારી નવી ગુજરાતી મુળી આવી રહી છે. તેને તમને હું ખુબ જ આનંદી અને ઉત્સાહી છું.
આવતા વર્ષ લોકો માટે કંઇક વધારે નવું લઇ આવીશું: રૂચીતભાઇ પોપટ
રુચીતભાઇ પોપટ એમ.ટીવીના માલીકએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી નવા વર્ષનું અહી આયોજન કરી રહયા છે. મે છેલ્લા ચાર વર્ષથી એમ ટીવી માં જલસો ૨૦૨૦ નું આયોજન કરવાનું શરુ કર્યુ છે. આ વર્ષે અમારી ઇવેન્ટમાં અમે રીના સોની ગુજરાતી અભિનેત્રી, ડી.જે. રીશી રાવ, ડી.જે. પારસ આ ત્રણ સેલેબ્રીટીઓને ઇવેનટમાં લઇને આવ્યા છીએ. લોકો માટે આ વખતે ઇવેન્ટમાં ગ્લાસ ડાન્સ, જમવાની વાનગીઓ મા આયુર્વેદીક થાળી લાવ્યા છીએ. આવનારા નવા વર્ષમાં અને અમારા દર્શકો માટે આનાથી પણ નવું અને કયાંક અદભુત લઇને આવીશું અને અહી આવેલા અમારા બધા જ દર્શકોને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું અને એમનું આખું વર્ષ સ્વાસ્થ્ય રહે એવી મારી શુભેચ્છાઓ છે.