૨૧મી સદીના ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામીનુ ઉત્તર પ્રદેશ સરકારે આચાર્ય પ્રવરની ઉપાધિથી અને લખનૌની બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી તત્ત્વજ્ઞાન શિરોમણિ એવોર્ડથી સન્માન
લખનૌના અટલ બિહારી વાજપેયી સાયન્ટિફિક સેન્ટર ખાતે તાજઁતર મા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી દ્વારા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને અભિનંદન આપવા માટે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા ૪૦ યુનિવર્સિટીઓને આમંત્રણ પાઠવ્યું હતું. ભદ્રેશદાસજી વિશ્વપ્રસિદ્ધ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અને વિદ્યાવ્યાસંગી છે. ઉત્તર પ્રદેશ સરકારે તેમને આચાર્ય પ્રવરનીની ઉપાધિથી નવાજ્યા હતા તો બાબાસાહેબ ભીમરાવ યુનિવર્સિટીએ તેમને તત્ત્વજ્ઞાન શિરોમણિનું સર્વોચ્ચ્ બિરુદ આપ્યું હતું. તેમનું આ સન્માન તેમણે લખેલા ગ્રંથો સ્વામિનારાયણ ભાષ્ય અને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે કરવામાં આવ્યું હતું.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના વાઇસ ચાન્સેલર ડો. એન.એમ.પી. વર્માએ અભિનંદન કાર્યક્રમમાં પ્રવચન આપતાં કહ્યું હતું કે ભારતીય ઇતિહાસનો અભ્યાસ કરતાં જણાશે કે ભારતની પાવન ભૂમિ પર વિવિધ સમયે રાજ્ય કરતા શાસકો દ્વારા સાહિત્યાકારો અને કલાકારોનું સન્માન થતું આવ્યું છે. ખાસ કરીને ભારતીય પરંપરા અને મૂલ્યોને બિરદાવતા સાહિત્યને સન્માનમાં અગ્રતા આપવામાં આવી છે. ખાસ કરીને આવાં સત્કાર્યો કરનારાનું સન્માન કરવામાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યારેય પાછી પાની નથી કરી. ભદ્રેશદાસજીને અભિનંદન આપવા માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન શ્રી દિનેશ શર્મા, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ અને શિક્ષણજગતના પ્રતિષ્ઠિતો ઉપસ્થિત રહ્યા હતા.
ભદ્રેશદાસ સ્વામીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે પ્રસ્થાનત્રયીની રચના કરવાની પ્રેરણા ગુરુ બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે આપી હતી. ભાગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદના કારણે આ તમામ કાર્ય શક્ય બની શક્યું છે. તેમનાં ચરણકમળમાં હું આ કાર્યસિદ્ધિ અને યશ સમર્પું છું.
બીએપીએસના વિદ્વાન સંત નારાયણમુનિ સ્વામીજીએ કહ્યું કે ભદ્રેશ દાસજીને અભિનંદન આપવા માટે ૪૦ યુનિવર્સિટી અને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી એકત્રિત થયા તે ઐતિહાસિક ઘટના છે. શિક્ષણ પ્રત્યે તેમની રુચિને અભિવ્યક્ત કરે છે.