ઓછામાં ઓછું કેટલું સેક્સ કરવું?
અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, હકીકત એ છે કે, આજકાલના કપલ્સ 10 વર્ષ પહેલા જેટલું કરતાં હતાં તેનાથી પણ ઓછું સેક્સ કરી રહ્યાં છે. જેમ કે, 2010થી 2014ના ગાળામાં સસેરાશ અમેરિકન કપલ 2000થી 2004ની સરખામણીએ નવ ગણું ઓછું સેક્સ કરતા હા તેવું એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું.
વધુ સેક્સ કરવાથી વધુ ખુશી
લોકો હજુ પણ સારા પ્રમાણમાં સેક્સ કરી રહ્યાં છે. વીકમાં એક વાર સેક્સ ખરાબ ન કહી શકાય. જોકે, તમારે વધારે ખુશી જોઈતી હોય તો તમારે સેક્સ પણ વધારે કરવું જોઈએ. તેમનું કહેવું છે કે, સેક્સ તમારા સંબંધોને મજબુત બનાવે છે, અને તમારામાં ફીલ ગુડની લાગણી જન્માવે છે, જે તમારા આખા શરીરની હેલ્થને અસર કરે છે.
માટે જ, જો તમે અઠવાડિયામાં એક વાર પણ સેક્સ ન કરતા હો, તો તમારે તેના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ, અને માત્ર વિચારવું જ નહીં, તેના પર અમલ પણ શરુ કરવો જોઈએ. કારણકે, જો તમે એટલું પણ સેક્સ નહીં કરો તો તમે રિલેક્સ નહીં થઈ શકો, અને તેનું પરિણામ શરીરમાં એનર્જી લેવલ ડાઉન થવાથી લઈને માનસિક ટેન્શનમાં પણ આવશે. કારણકે, સેક્સ જ આ બધાનો સચોટ ઈલાજ છે.
સેક્સ ખાલી 5 મિનિટનો ખેલ નથી
સેક્સ એટલે માત્ર ફિઝિકલ રિલેશન અને પાંચ દસ મિનિટનો જ ખેલ તેવું સમજવાની ક્યારેય ભૂલ ન કરશો. સેક્સ એક અહેસાસ છે. પાર્ટનર સાથે મીઠી અને રોમાન્ટિક વાતોથી લઈને એકબીજાને હળવા સ્પર્શ અને મસ્તી-મજાકથી શરુ થયેલો પ્રેમાલાપ એકબીજાની બાહોમાં સમાઈ જવું અને સેક્સ પછી પણ પડખું ફેરવીને સૂઈ જવાને બદલે પાર્ટનરની નજીક જ રહેવું તે બધી જ વાત સેક્સમાં સામેલ છે.