દુનિયામાં શાંતિ સ્થપાય તે હેતુથી અનેક એવી બેઠકો રચાઇ છે. જેમાં વિશ્ર્વનાં તમામ દેશના નેતા ભેગા મળી કંઇક એવા નિર્ણય પર આવે જેના કારણે વિશ્ર્વમાં શાંતિ પ્રસરે…..!

પરંતુ આતંકવાદનાં કારણે ક્યાંકને ક્યાંક એવી ઘટનાઓ ઘટતી રહે છે. જેનાથી માનવજીવન જોખમાયુ છે. તેવા સમયે તાજેતરમાં જ ઇરાકના નાસીરીયાહ શહેરનાં એક રેસ્ટોરન્ટમાં હુમલો થતા ૭૪ લોકોથી વધુએ જીવ ગુમાવ્યો હતો. તેમજ ૯૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. હુમલા થવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ હથિયારધારી ટોળાએ રોડ અને રેસ્ટોરન્ટ પર અંધાધુધ ગોળી બાળ કર્યો હતો. અને તુરંત બાદ ચેક પોઇન્ટ પાસે કાર બોમ્બનો વિસ્ફોટ થયો હતો.

આ બંને હુમલામાં ૭૪ લોકોથી પણ વધુનું મૃત્યુ નિપજ્યા હતા તેમજ તેમાંથી સાત ઇરાની હતા. અને આ ઘાતકી હુમલા બાબતે ISISએ કર્યાની જવાબદારી લીધી હતી. હુમલો જ્યા કરવામાં આવ્યો છે. તે શહેરમાં મહત્તમ પ્રજા શીયા મુસલમાનોની વસે છે. અને અનેક વાર સુન્નીઓ દ્વારા આ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારે આ હુમલાઓ દરમિયાન ઘવાયેલા લોકોને નાસીરીયાહની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાંના ગવર્નરના જણાવ્યા અનુસાર ચેક પોઇન્ટ અને રેસ્ટોરન્ટ પાસે અંધાધુધ ફાયરીંગ શ‚ કરાયું હતું. જે મુખ્ય હાઇવે અને બગદાદની વચ્ચે આવેલું છે. ત્યાર બાદ બે સ્યુસાઇડ બોમ્બર જેમાંથી એક ગાડી સંપૂર્ણ પણે એકસ્પલોઝીવથી ભરેલી હતી. તેમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે મૃત્યુ પામનારમાંથી મોટા ભાગના લોકો યાત્રાળુ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.