પાલિકા દ્વારા રસ્તે રઝડતા ઢોરનો પ્રશ્ન કાયમી ઉકેલવા ખાનગી કોન્ટ્રાકટ અપાશે
મોરબીમાં રસ્તે રઝળતા ઢોરના અસહ્ય ત્રાસ સામે અંતે પાલિકા દ્વારા પગલાં ભરવા શરૂ કરાયા છે અને છેલ્લા છ દિવસમાં ૬૦ ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના તમામ વિસ્તારમાં રસ્તે રઝડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને લોકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ત્યારે અંયે હોવી પાલિકાનું તંત્ર જાગ્યું છે.ચીફ ઓફિસર સાગર રાડીયા જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા હાલમાં ૧૦ રોજમદાર કર્મચારીઓ પાસે ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને અગવડતા ન પડે તે હેતુથી દરરોજ રાત્રી દરમિયાન જ ઢોર પકડવામાં આવે છે, વધુમાં તેમને ઉમેર્યું હતું કે રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી કાયમી મુક્તિ માટે પાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપી શહેરીજનોને ઢોરના ત્રાસ થી મુક્તિ આપવામાં આવશે .
સાથો સાથ મોરબી માં વસવાટ કરતા પશુ માલિકોને પણ પોતાના પશુઓ જાહેરમાર્ગ પર ન છોડવા તાકીદ કરવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યુ હતું.