સરકાર 15 જૂન સુધીમાં પૂર્ણ કરી બ્રિજ ભૂષણ સામે એફઆઇઆર દાખલ કરશે : 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશનનું ચૂંટણી થશે
ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રીજભૂષણ શરણસિંહ વિરુધ ધરણા ધરનારા પહેલવાનોએ આંદોલનને અટકાવી દીધું છે. ખેલકુદ મંત્રી અનુરાગ ઠાકુર સાથે થયેલી વાતચીતમાં એ વાત સ્પષ્ટ થઈ કે, પોલીસ દ્વારા ૧૫ જૂન સુધી તપાસ પુરી ના થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન સ્થગિત કરવાનું જણાવવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ ૨૮ મે ના રોજ પહેલવાનો વિરુધ દાખલ કરેલી એફઆઇઆર પાછી ખેંચી લેશે એવી પણ બાહેધરી આપવામાં આવી છે.
સરકારે ભારતીય કુશ્તી મહાસંઘના વર્તમાન અધ્યક્ષ બ્રીજભૂષણ શરણસિંહ પર કેટલાક મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા.આ મુદ્વે પહેલવાનોએ બ્રીજભૂષણસિંહની ધરપકડ કરીને ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગત જાન્યુઆરી પછી ૨૩ એપ્રિલના રોજથી પહેલવાનો દિલ્હીના પ્રતિષ્ઠિત જંતર મંતર સ્થળે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, સરિતા ફોગાટ સહિતના પહેલવાનો ધરણા પર બેઠા હતા.
મિટિંગ પાટીયા બાદ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, રેસલર્સ સાથે શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ હતી. લગભગ 6 કલાક ચાલેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે અને 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી કરવામાં આવશે. મહિલા પહેલવાનોને જરૂરી સુરક્ષા આપવામાં આવે અને તેમની સામેના કેસ પરત લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, સરકાર સાથે વાતચીત થઈ છે, પોલીસને 15 જૂન સુધી કામગીરી પૂરી કરવા કહેવામાં આવ્યું છે. ત્યાં સુધી અમે કોઈ પ્રદર્શન નહીં કરીએ. અમારી સામે જે કેસ થયા છે તે પાછા ખેંચવામાં આવશે અને જે સંગઠનો અમારી સાથે જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરી આગળની જાણકારી દઇશું. 15 જૂન પછી પોલીસ જે કઈ પ્રોસેસ કરશે તેની અમને જાણકારી આપવામાં આવશે. સાક્ષી માલિકે પણ કહ્યું કે, પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમને વિરોધ અટકાવવા કહેવામાં આવ્યું છે.