તા.21ના વર્ષીદાન વરઘોડો તેમજ વિદાય સમારંભ: તા.રર ના પ્રવ્રજયા પ્રદાન સહિત વિવિધ કાર્યકમો
દ્વારકામાં પ્રથમવાર જ દ્રારિકા નેમિજિન તીર્થ બાવન જિનલય શ્રી પ્રેમ અમૃત વિહારના પ્રાંગણે અંજન, પ્રતિષ્ઠા, પદપ્રદાન, પ્રવ્રજયા, પ્રદાન સ્વરૂપ નવાહિકા ઉત્સવ અંગત પોરબંદર નિવાસી બાલ મુમુક્ષ પ્રશમ જિતેશભાઇ વારીઆ 9 વર્ષ ઉમરે સયમના માર્ગ પર ચાલશે તેઓ 31-10-2013 ને ગુરુવારે પોરબંદર ખાતે જન્મ થયો છે. તેઓ છ વર્ષની ઉમરે ચોમાસામાં પ્રતિક્રમણ કરતો થયો સાત વર્ષની ઉમરે પૂ. યન્યાસ વજસંતવિજયજી મહારાજને વહોરાવ્યો પૂ. ગુરુભગવત પાસે આવ્યા પછી વિહાર ના હોય ત્યારે લગભગ દરરોજ રાઇ પ્રતિક્રમણ કરવાનું જ આઠ વર્ષની ઉમરે વર્ધમાન તપનો અને પર્યુષણમાં ચોસઠ પ્રહરી પોષધ કર્યા છે. નવપદજીના શાશ્ર્વતી ઓળીની આરાધના ચાલુ છે. પૂ. સાહેબની સાથે બે વર્ષથી છે એમા 700 કી.મી. નો વિહાર ઉપાધિ બાંધીને કર્યો છે.
પ્રેશમ જિતેશભાઇ વારીઆના તા. 12-2-2023 રવિવારે સવારે 8.30 વર્ષી દાનનો વરઘોડો ત્યારબાદ બેઠું વર્ષીદાન અને બપોરે 12.30 નવકારશી જમણ અને બપોરે 3.30 સાંજી રાત્રે 8 કલા વિદાય સમારંભ તેમજ 16.2-2023 ના છરિપાલિત સંઘ પૂ. ગુરુભગવંતો મુમુક્ષુઓનો બાવન જિનાલયના પરમાત્માઓનો પ્રવેશ તેમજ કુંભ સ્થાપના આદિ તેમજ અંજનશલાકા સંબંધી વિવિધ પુજનો તારીખ 20-2-2023 ને બપોરે 3 કલાકે શ્રમણ વેષને વધામણા, રજોહરણ વધામણા રાત્રે 8 કલાકે સંયમ સરગમ એક વિશિષ્ટ સંયમ ભકિત તેમજ 21-12-2023 પદપ્રદાન દીક્ષા કલ્યાણક નિમિતે પ્રભુજી તેમ જ દીક્ષાર્થીનો વર્ષીદાન નો વરઘોડો રાત્રે 8 કલાકે સંસારથી વિદાય સમારોહ તેમજ રર-2 ના સવારે 5.30 કલાકે શુભ મુહુર્ત ક્રિયા મંડપમાં પ્રવેશે ક્રિયા પ્રારંભ, શુભ મુહુર્ત સંયમ પ્રદાન તેમજ પદપ્રદાન રાત્રે અધિવાસના તેમજ 23-2 ના સવારે શુભ મુહુર્ત શ્રી નેમનાથ પ્રભુ આદિતી મહામહિમ પ્રતિષ્ઠા બૃહદ શાંતિસ્નાત્ર જેવા અનેક પ્રસંગે શ્રી દ્વારિકા નેમિજિન તીર્થ આર.એસ.ને 153,1 પ્લોટ નં. 1 જીંજીર હોટલની બાજુમાં કલબ મહિન્દ્રા સામે પોરબંદર રોડ નેશનલ હાઇવે નં. પ1 બરડીયા તાલુકો દ્વારકા ખાતે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. ગચ્છસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્દ વિજય લલિતશેખર સુરીશ્ર્વરજી મ.સ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મનમોહન સુરીશ્ર્વરજી મ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજ હેમપ્રભ સુરીશ્ર્વરજી મ.સ.ની નિશ્રામાં તેમજ હરસુખભાઇ ધરમદાસ વારીયા અને દાદી નીતાબેન તેમજ પિતા જિતેશભાઇ અને માતા અલ્પાબેન અને નાના નલીનભાઇ વોરા અને નાની ભાવનાબેન વોરા ના શુ આશિષથી ચિ. પ્રશમ સંયમના માર્ગે ચાલશે.