મેયરના હસ્તે ખડક ચઢાણ બેઝિક કોર્સના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ
રાજ્યના 11 જિલ્લાના 47 યુવક યુવતિઓએ જૂનાગઢ ખાતે ગિરનારના દુર્ગમ પહાડોમાં ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમબધ્ધ મેળવી હતી. આ યુવક યુવતિઓની તા. 8 મે ના રોજ તાલીમ શિબિર પૂર્ણ થતા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારના હસ્તે ખડક ચઢાણ બેઝિક કોર્સના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ હતુ.
14 થી 45 વર્ષના 32 ભાઈઓ અને 15 બહેનો એમ કુલ 47 યુવક યુવતિઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સ માં ભાગ લઈ માઉન્ટેન વોક, પી.ટી. તાલીમ, રોક ક્લાઈમીંગ – રેપલીંગ, ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશન, ની તલીમ મેળવી હતી. ઉપરાંત ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતાની વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટરો પ્રદીપ કુમાર રાજસ્થાન, જયેશ રામાવત ઓખા, મગન જાંબુચા , કોમલ બારૈયા ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતી.
કાર્યક્રમના અધ્યક્ષ મેયર ગીતાબેન પરમારે તાલીમાર્થીઓને ખડકચઢાણ પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં હકારાત્મક અભિગમ લાવવા જણાવ્યુ હતુ. આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કરાયા હતા. તાલીમાર્થીઓને પ્રોત્સાહક પ્રવચનમાં ઉપેન્દ્રસિંહ રાઠોડ એ રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સાહસિક, યુથ પ્રવૃત્તિઓની માહિતી આપી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા તાલીમાર્થીઓને અનુરોધ કરવામાં આવેલ..
સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી જિડીયા જિગ્નેશભાઈ, મિશ્રા નિલમ દ્વારા કરવામાં આવેલ સમગ્ર શિબિર દરમિયાનના પોતાના અનુભવો લાખાણી મીરાબેન, દવે તન્મય, ચૌધરી પરવિંદર સિંગ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા. જેમાં તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો, તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે તેવું જણાવેલ હતું.