મેથી બાજરીના ઢેબરા
- મેથી એક નાની વાટકી
- બાજરીનો લોટ એક વાટકો
- ઘઉંનો લોટ એક વાટકો
- દહી એક વાટકી
- ખાંડ એક નાની ચમચી
- હળદર
- આદું મરચાંની પેસ્ટ
- લસણ
- મીઠું સ્વાદ અનુશાર
- ધાણા જીરું
- પાણી
રીત
એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ મિક્સ કરી લ્યો ત્યારબાદ તેમાં બધા જ મસાલા મિક્સ કરો સાથે દહી નાખી આદું મરચા, લસણ સાથે મિક્સ કરી લ્યો. મેથીની ભાજી બારીક સમારી મિક્સ કરી લ્યો.
આ લોટને થેપલાના લોટથી સેજ કઠણ બંધવો. ત્યારબાદ થેપલાથી નાનું અને સેજ જાડુ વણી લ્યો અને તેલમાં થેપલાની જેમ ચોળવી લ્યો.
આ વાનગીને તમે શીતળા સાતમના દિવસે દહીં, ગોળકેરી સાથે લઈ સકો છો.