રિયાઝ કુરેશી,ગોવિંદ ગઢવી અને આરતી ભટ્ટના સુરીલા કંઠે ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા
ગુજરાતીઓને નવરાત્રિનું કેટલું ઘેલું હોય તે માટે શબ્દો અને વાક્યો ઓછા પડે પણ ગરબોના તાલે ઝૂમતી યુવતીઓ, મહિલાઓ અને યુવાનોની લયલીનતા લયબદ્ધતા જોઈને જ અનુભવી શકાય છે. આદ્યશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનો પ્રારંભ થઈ ગયો છે, આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ. જગતજનની માં અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે. જોકે, નવરાત્રિના પહેલા દિવસે ઠેરઠેર ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
ત્યારે માતાજીના નવલા નોરતાનો ગઈકાલથી જ આરંભ થઇ ચુક્યો છે ત્યારે ‘અબતક-રજવાડી’અર્વાચિન રાસોત્સવના આંગણે પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમયા હતા અને તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેવું નામ તેવું ‘અબતક – રજવાડી’નું કામ છે. અહિં પારિવારિક માહોલ અને સલામતી વચ્ચે ખેલૈયાઓ સતત નવ-નવ દિવસ સુધી રાસે રમી માઁ જગદંબાની આરાધના કરી રહ્યા છે. પ્રથમ નોરતેજ ખેલૈયાઓ મોટી સંખ્યામાં ’અબતક રજવાડી’ ના આંગણે ઉંટી પડ્યા હતા અને માતાની આરાધના કરી ગરબે ગરબે ઝૂમ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે જ બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસ ને અબતક રજવાડી દ્વારા લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં એમ.વી. ક્લબ દ્વારા ‘અબતક-રજવાડી’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે 400થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ પ્લે એરિયા છે. જેમાં 4 ઓક્ટોબર સુધી રાસની રમઝટ જામશે ગઈકાલે ખેલૈયાઓને સિંગર રિયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી અને આરતી ભટ્ટએ તેમના સુરીલા કંઠે ખેલૈયાઓ મંત્રમુગ્ધ બની ઝૂમ્યા હતા.અને ઝીલ એન્ટરટેઇનમેન્ટ પ્રેઝન્ટ ઇમરાન કાનીયાની ટીમ પણ ધૂમ મચાવી હતી.
સિંગર રિયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી અને આરતી ભટ્ટએ પ્રથમ રાઉન્ડમાં માતાજીની આરતી અને બીજા રાઉન્ડમાં છલડો જેવા ગીતો પોતાના કંઠે ગાઈ ખેલૈયાઓને મોજ કરાવી હતી.જ્યારે ફાઈનલ રાઉન્ડમાં ડાકલા અને ટિટોડો જેવા ગીતો ગેઇલ ખેલૈયાઓને મત્રમુગ્ધ કર્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણીએ સફળ બાવ્યું હતું.ઉત્સાહી ખેલૈયાઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર આવતી કાલથી નેટફ્લોરિંગ કરવામાં આવવાનું છે. ઉપરાંત બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવવી છે. ‘અબતક રજવાડી ’ રાસોત્સવના આંગણે ઘૂમી માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હરરોજ રાત્રે 8:00ના ટકોરે માઁ અંબાની આરતી બાદ રાસોત્સવનો આરંભ થઇ જશે. જેમાં પ્રથમ દિવસથી જ વિજેતા બનનાર પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં કરવામાં આવવી હતી.
પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી : આયોજક વિશાલ પટેલ
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં એમ.વી. ક્લબ દ્વારા ‘અબતક-રજવાડી’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેના આયોજક વિશાલભાઈ પટેલે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,કોરોના મહામારીના બે વર્ષના પ્રતિબંધ બાદ નવરાત્રિના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન લોકો મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવશે, આથી બે વર્ષના અંતરાલ પછી યોજાઈ રહેલ કાર્યક્રમોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેથી ’ અબતક રજવાડી’માં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને માતાજીના ગરબે ઝુમ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા.
બે વર્ષ બાદ મન મૂકી રમવાનું મળ્યું :ખેલૈયા
કોરોના મહામારીના બે વર્ષના પ્રતિબંધ બાદ આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અબતક રજવાડીમાં આવેલા ખેલૈયાઓએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે બે વર્ષ સુધી નવરાત્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે એ પ્રતિબંધ પાછો લેવામાં આવ્યો છે જેથી બે વર્ષ બાદ આજે મન મૂકીને ગરબે રમવા મળ્યું છે. જ્યારે વધુમાં તેમને જણાવ્યું હતું કે અબતક રજવાડીમાં અમે છેલ્લા પાંચ વર્ષની રમવા આવ્યે છીએ અને આ આયોજનમાં અમને સંપૂર્ણ પણે પારિવારિક વાતાવરણ લાગે છે.જેથી કોઈ પણ ટેન્શન વગર અમે ગરબે રમી ખૂબ જ મજા કરીએ છીએ.