બાળકોને પ્રવૃતિ સાથે શિક્ષણ મેળવવા ઉપરાંત ચિત્રો, રંગો, આકારો તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં આનંદ વધુ મળે છે: શિક્ષક તેને જોડીને શિક્ષણ કાર્ય કરાવતા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે
બાલ્યાવસ્થામાં બાળકો સ્વભાવમાં ચંચળ, ઉત્સાહી અને રમત-ગમત તેમજ પ્રવાસના શોખીન હોય છે
શાળાએ સમાજનું દર્પણ છે. સમાજમાં જેટલી વિવિધતા છે તેટલી જ વિવિધતા શાળામાં જોવા મળે છે. શાળામાં સમાજમાં રહેતા બાળકો વિવિધ જ્ઞાતિઓ, સમુદાયો, વર્ગો, ભાષા, સંસ્કૃતિ, રૂઢિઓ જેવી બહુ વિવિધતા ધરાવતા આવે છે. દરેક બાળક એક વિશિષ્ટ સમજ, સંવેદના અને શારીરિક લાક્ષણિકતા ધરાવે છે. વિદ્યાર્થીઓમાં રહેલા આવા વૈવિધ્યને આવરી લેવું એ દરેક સમાજ, શિક્ષક, શાળા અને શિક્ષણ વ્યવસથાતંત્રની જવાબદારી છે.
તમામ બાળકો જુદા જુદા હોય છે એ ખ્યાલ શિક્ષણ ક્ષેત્રની વ્યક્તિ તરીકે આપણે સ્વીકારવો જ પડે. અને દરેક બાળકનો શિક્ષણનો સમાન અધિકાર છે. પછી ભલેને કોઈ બાળક વિશિષ્ટ જરૂરિયાત ધરાવતું હોય, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી તેઓને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વાભિમાન સાથે શિક્ષણમાં સહભાગી થાય તેવું વાતાવરણ ઉભું કરવું એ આપણી સૌની ફરજ છે. જેનો ઉકેલ માત્રહાલપ્રચલિત શિક્ષણમાં સમાવેશનના વિચારી જ લાવી શકાશે. ઘણા સમય પહેલાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષણને એક અલગ શિક્ષણ તરીકે જોવામાં આવતું હતું.
જેમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને અન્ય બાળકોથી અલગ રાખી શિક્ષણ આપવામાં આવતું જેમ કે, વિશિષ્ટ શાળાઓ અવા વિશિષ્ટ વર્ગો આવી વ્યવસથામાં વિશિષ્ટ બાળકને મુખ્ય ધારામાં એક સમસ્યા તરીકે જોવામાં આવતા. જે સામાન્ય શિક્ષણ માટે અડચણરૂપ તરીકે હોય.
આ વ્યવસથામાં વિશિષ્ટ બાળકોને તદ્દન અલગ અભ્યાસક્રમ અને પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવતું. પરિણામ સ્વરૂપે વિશિષ્ટ બાળકો જીવનના ઘણા બધા ક્ષેત્રમાં અન્ય બાળકોથી વિખૂટાં પડી જાય છે. વિશિષ્ટ બાળકોને મુખ્ય ધારામાં જોડવા માટે બાળકોને સામાન્ય શિક્ષણમાં જોડવા જ પડે. તે વિચારને ધ્યાનમાં રાખી સંકલિત શિક્ષણની નીતિ અમલીકરણમાં મૂકવામાં આવી. સંકલિત શિક્ષણ એ સમાવેશન શિક્ષણી ઘણો નજીકનો વિચાર છે.
પણ તેના સમન્યાયના સિધ્ધાંતની ઉણપ છે. આ વ્યવસથા મુજબ વિશિષ્ટ બાળકો મુખ્ય ધારાની શાળા તથા વર્ગોમાં આવતાં થયાં. પરંતુ તેમણે તે શાળા અને વગોમાં રહેલા સંશોધનોને અનુરૂપ થવું પડતું. જેમાં બાળક પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી કે તે પ્રવર્તમાન માળખા, વલણ અને વાતાવરણમાં અનુકૂલન સાધે. હકારાત્મક રીતે કહીએ તો આ એક સમાવેશનના વિચાર તરફનું મહત્ત્વનું પગલું હતું. જેના કારણે વિશિષ્ટ બાળકો સામાન્ય શાળાનો એક ભાગ બની શક્યાં.
સમાવેશન શિક્ષણ એ શિક્ષણ વ્યવસથાતંત્રની ક્ષમતા વધારવા માટેની પ્રક્રિયા છે. જેમાં બાળકોમાં રહેલા વૈવિધ્યને આવરી લેવા શાળાના માળખાની સાથે સાથે સંસ્કાર, નીતિ અને વ્યવહારની પુન: રચના એક અગત્યનું પાસું છે. આમ, એક શાળાનો સમાવેશ શાળા બનવા માટે શાળાના દરેક વ્યક્તિ જેમ કે, વહીવટકર્તા, શિક્ષક અને વિદ્યાર્થીઓનું વલણ એક વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળક તરફ હકારાત્મક હોવું જોઈએ. , તથી – આમ, શિક્ષણમાં સમાવેશન એ એક વલણ અને મૂલ્ય પ્રથા છે જે તમામ વિદ્યાર્થીઓને ઉચિત અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમોની તક અને તેમના સમવયસ્કોની મેળવવાની સાથે સેવાઓ, અધિકારોને ઉત્તેજન આપે છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ અધિનિયમ પ્રમાણે ૬-૧૪ વર્ષનાં તમામ બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ મેળવે તે તમામ બાળકોનો અધિકૃત અધિકાર છે. આ અધિનિયમનો મુખ્ય હેતુ શિક્ષણને સાર્વત્રિક બનાવવું છે. જેમાં દરેક બાળક શાળા સુધી પહોંચે, તેનું નામાંકન થાય અને શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધી શાળામાં રહે. વધુમાં સંવિધાનના ૮૬મા સુધારા પ્રમાણે ૬-૧૪ વર્ષનાં બાળકોને મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ મેળવવું એ એમનો મૂળભૂત અધિકાર છે. સાથે સાથે માતા-પિતા અને રાજ્ય સરકારની ફરજ છે કે તેઓ બાળકને તેનો આ અધિકાર આપે અને જોઈતા પગલાં લે. આ સુધારાએ વિશિષ્ટ બાળકોના શિક્ષણને એક નવી દિશા આપે છે. કારણ કે, વિશિષ્ટ બાળકોને શિક્ષણમાં સમાવેશન સિવાય શિક્ષણનું સાર્વત્રિકરણ શક્ય જ નથી. સર્વ શિક્ષા અભિયાન પ્રમાણે દરેક વિશિષ્ટ બાળક એ પછી કોઈપણ પ્રકારની કે કેટલા પ્રમાણમાં વિશિષ્ટતા ધરાવતું હોય તેને ર્અપૂર્ણ અને ગુણવત્તાસભર શિક્ષણ તેને અનુકુળ વાતાવરણમાં મળવું જોઈએ. જેમાં જે બાળક હલન ચલન કરી શકતું નથી તેને શિક્ષણ અપાય છે.
વિશિષ્ટ બાળકોનું સામાન્ય શાળામાં સમાવેશન અવા મૂળ પ્રવાહમાં જોડાણ એ સર્વ શિક્ષા અભિયાન (હરેશ એસ એ) નું અગત્યનું કાર્ય છે.
અનુભવના આધારે કહીએ તો બાળકની વ્યક્તિગત જરૂરિયાતને આધારે જ સમાવેશનને મકરર કરી શકાય છે.
મોટાપ્રમાણમાં વિશિષ્ટ બાળકોને જો પૂરતા સંશાધનો પૂરા પાડવામાં આવે તો તેઓને સામાન્ય શાળામાં જ નામાંકન કરીને સયીકરણ કરી શકાય છે. તેના માટે નીચે મુજબ કેટલીક પ્રવૃત્તિઓ છે.
૧. વિશિષ્ટ જરૂરિયાત બાળકને મિત્રો બનાવી આપવા.
૨. આ બાળકોને શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગી બનાવવા. દાત. વિજ્ઞાનમેળો, રમતોત્સવ
૩. આ બાળકોને યોગ્ય બેઠક વ્યવસથા કરી આપવી.
૪. કેટલીક જુથ પ્રવૃતિઓ કરાવવી દા.ત.આંધળો પાટો, લંગડી, સાંકેતિક ભાષામાં વાતચીત કરાવવી.
૫. બાળકોના આઈઈપી બનાવવા અને અપડેટ કરવા.
સમાવેશી શિક્ષણના સફળ અમલીકરણ માટે નીચેના મુદા ધ્યાને લેવા જરૂરી છે.
માળખાકિય સુવિધા, રાષ્ટ્રનીતિ, વલણમાં બદલાવ/ ક્ષમતા વર્ધન, નેતૃત્વ/કાયદાઓ, સમજણ, સંવેદનશીલતા/જાગૃતતા, પહેલ/ માતા-પિતાની ભાગીદારી, આશાવાદી, બીજી સંસ્થાઓ સાથે જોડાણ.
માતાપિતાની ભૂમિકા
માતાપિતા તરીકે આપણે હંમેશાં બાળકને સારું ગુણવત્તા યુક્ત જીવન મળે તે નિશ્ચિત કરતા હોઈએ છીએ. આપણે ઇચ્છીએ કે તેને ભણવાની સારી તક તેમજ મિત્રતા પણ મળી રહે અને સારામાં સારી રીતે તે શીખે અને જીવનમાં આગળ વધે. આપણે હંમેશાં એવું નિશ્ચિત કરતા હોઈએ કે તેને શાળામાં આવકાર, પોતીકું વાતાવરણ અને સામાન્ય પ્રવૃતિમાં તેને ભાગીદારી વાની દરેક તક મળે.
એક માતાપિતા તરીકે આપણા બાળકની અનન્ય જરૂરિયાત તથા શક્તિઓ સારી રીતે જાણતા હોઈએ. આ આપણે બાળકવિશેનું જ્ઞાન તેમજ આપણી કુશળતા એ આપણને શિક્ષણ વ્યવસમાં એક મૂલ્યવાન ભાગીદાર બનાવે છે.
આપણે સારી રીતે જાણીએ કે વિરોધ કરતાં સહકારની ભાવના અસરકારક રીતે કામ કરે છે. બાળકના શિક્ષણમાં વિશ્વાસપણું અને જાણકાર થઈને ભાગીદાર બનવા માટે આપણે શિક્ષણ વ્યવસથા તેમજ આપણી ભૂમિકા માહિતગાર હોવું જરૂરી છે.
૧. માતાપિતાએ તેમના વિશિષ્ટતા ધરાવતા બાળકોને તેમની ઉંમરના અન્ય વિશિષ્ટતા ધરાવતા બાળકોને મળવા પ્રોત્સાહન આપવું જોઈએ.
૨. માતાપિતાએ તેમના વિશિષ્ટતા ધરાવતા બાળકોને તેમના સહપાઠી તથા પડોશમાં રહેતા બાળકો સાથે મિત્રતા બાંધવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
૩. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના માતાપિતાએ સતત શિક્ષકો તથા થેરાપીસ્ટ સાથે સંપર્કમાં રહી તેમના ધ્યેય અપેક્ષાઓ, પસંદગી નાપસંદગી અંગેની ચર્ચા કરવી જોઈએ.