બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય, માતા-પિતા-વડીલો પ્રત્યે પ્રેમ અને આદરભાવ જાગૃત થાય, ભગવાન પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વધે તેવા હેતુથી દર વર્ષે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલમાં બાલશિબિર યોજાય હતી.
શિબિરમાં 200 વિદ્યાર્થીઓ અને 160 ઉપરાંત વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. જેમાં અમદાવાદ, રાજકોટ,જૂનાગઢ, મુંબઈ, સુરત, જામનગર વગેરે સ્થાનોમાંથી શિબિરાર્થીઓ જોડાયા હતા.
શિબિરાર્થીઓને સવારની પૂજા-પાઠ દૈનિક ક્રમ, યોગાસન, હોર્સ રાઇડિંગ, જુદી જુદી ઇનડોર-આઉટડોરરમતો વગેરે તેમજ ભગવાન અને અને મહાપુરુષોના જીવન ચરિત્રો કહેવામાં આવે છે. આ વર્ષેસમગ્ર દેશ જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યો છે ત્યારે ગુરુકુલના પ્રવેશદ્વાર પાસે 75 ફૂટ ઊંચા સ્તંભમાં ફરકી રહેલ રાષ્ટ્રધ્વજને શિબિરાર્થી છાત્રોએ સલામી આપી આઝાદી અમૃત પર્વ ઉજવ્યું હતું.